તમારા વોટ્સએપને હેક થતું બચાવવા આ સેટિંગ સેટ કરવા ખૂબ જ જરૂરી છે  • વોટ્સએપ હેકને લઈને પ્રકાશિત થનારા સમાચારોના કારણે લોકોમાં હંમેશા ડર રહેલો હોય છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે અમેઝોનના સીઈઓ જેફ બેઝોસનું વોટ્સએપ હેક થઇ ગયું હતું. સમાચાર એ હતા સાઉદી ક્રાઉન પ્રિન્સ મહોમ્મ્દ બિન સલમાને જેફ બેઝોસનો ફોન હેક કરાવ્યો છે. આ સમાચારોના કારણે વોટ્સએપની તથા ફેસબૂકની સિક્યુરિટી થોડીક નબળી હોઈ તેવું લાગી રહ્યું છે. એવું નથી કે આ પહેલીવાર મામલો સામે આવી રહ્યો હોય પરંતુ આ પહેલા પણ જાસૂસીના સામાચાર સામે આવતા હતા.
  • વોટ્સએપની સિક્યુરિટીમાં ખામી હોવાનું નુકસાન 1.6 અરબ યુઝર્સને ઉઠાવવું પડી શકે છે,જેમના તમે પણ એક વ્યક્તિ હોઈ શકો છો. જો તમે તમારું વોટ્સએપ સિક્યોર રાખવા માટે ઈચ્છો છો અને કોઈ હેક ન કરી શકે તેવું પણ સેટિંગ કરવા માટે માંગો છો તો તેમાં ઘણા બદલાવ કરવાની જરૂર છે.
  • વોટ્સએપને હેક થવાથી કેવી રીતે બચી શકાય ?
  • સૌથી પહેલા તમારા ફોનની અંદર વોટ્સએપ ઓપન કરો >> ત્યારબાદ સેટિંગમાં જાઓ >> ત્યારબાદ એકાઉન્ટ પર ક્લિક કરો.
  • હવે ત્યાં ટુ -સ્ટેપ વેરિફિકેશન ઓપશન નજરે આવશે. જેને ક્લિક કરીને ઇનેબલ કરવાનો રહેશે.
  • તમે 6 અંકનો પિન પણ ક્રિએટ કરી શકો છો. હવે ફાયદો એ રહેશે કે કોઈપણ નવા ફોનમાં વોટ્સએપનું સેટિંગ કરતી વેળાએ પિનની જરૂર રહેશે.
  • ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ દ્વારા પિન ક્રિએટ કર્યા બાદ ઇમેઇલ એડ્રેસને પણ લિંક કરવાનું ઓપશન હશે. જો તમે ક્યારેક તમારો પિન ભૂલી જાઓ છો તો વોટ્સએપ તમારા ઇમેઇલ પર વેરિફિકેશન લિંક મોકલી શકે છે.

Post a comment

0 Comments