તમારી પાસે વાહનનો થર્ડ પાર્ટી ઈન્સ્યુરન્સ નથી? તો ટ્રાન્સપોર્ટ વિભાગ તમને મોકલશે મેસેજ


વાહનનો થર્ડ પાર્ટી ઈન્સ્યુરન્સ ન હોય અથવા પોલીસી પુરી થઈ ગઈ હોય તો વાહનમાલિકોને હવે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મેસેજ મળશે. લોકો પોતાના વાહનોનો થર્ડ-પાર્ટી ઈન્સ્યુરન્સ રિન્યુ નહીં કરાવતા હોવાના વધતા વલણને નાખવા આ નિર્ણય લેવાયો છે.

સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ ઈન્સ્યુરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (IRDAI) કર્ણાટક, બિહાર, ઓડીશા, આંધ્રપ્રદેશ અને દિલ્હી સહિતના રાજયો સાથે પાઈલટ પ્રોજેકટ ચલાવશે. આ પ્રોજેકટ હેઠળ વાહનના પ્રથમ માલિકને પણ એલર્ટ કરાશે કે, ઉતરોતર માલિકોએ તેમની ડિટેલ અપડેટ કરવામાં આવી છે કે નહીં.

IRDAIના સીજીએમ ભારતના જણાવ્યા મુજબ તેલંગણના ટ્રાન્સપોર્ટ વિભાગે વાહનમાલિકોને આવા મેસેજ મોકલવાનું ચાલુ કરી દીધુ છે. ઈન્સ્યુરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો પાસે વીમાવાળા તમામ વાહનોની માહિકી છે, જયારે કેન્દ્ર સરકારના વાહન ડેટાબેસમાં તમામ રજીસ્ટર્ડ વાહનોની વિગત છે. ટ્રાન્સપોર્ટ વિભાગ સહેલાયથી શોધી શકે છે કે કયા વાહન પાસે વીમો નથી.

તેમણે જણાવ્યું હતું કે, વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર સાથે જોડાયેલા મોબાઈલ નંબરને મેસેજ મોકલવામાં આવે છે. જો તમે વાહન વેચી કાઢયું હોઈ અને છતાં તમને એવો મેસેજ મલે તો તમે નવા માલિકને શોધી શકે. અન્યથા નવા માલિકે ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હશે તો તેના ચાલક તમારા સરનામે આવતા રહેશે. તેલંગણમાં જયાં પ્રોજેકટ શરુ કરાયો છે ત્યાં આ વ્યવસ્થાથી ઘણાને લાભ થયો છે.

Post a comment

0 Comments