કોઈપણ રત્નો પહેર્યા પછી જો આ વાત નું ધ્યાન રાખશો ત્યારે જ મળી શકશે તેમ નું ધાર્યું ફળ



  • જ્યોતિષના અનુસાર રત્નો ને પહેરવા અને ફળ પ્રાપ્ત કરવા માટે તેમના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. નિયમોનું પાલન કરવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.
  • માણિક્ય સૂર્ય રત્ન છે. તેમને પહેર્યા પછી સૂર્ય ઉદય ના પહેલા સ્નાન કરવું. સૂર્ય સમાન નિયમિત દિનચર્યા બનાવવી. પિતાનું સન્માન કરવું. શરાબ ના પીવે, સત્ય બોલવું સાફ-સફાઈ થી રહેવું ખૂબ જ આવશ્યક છે. નહીંતર માણિક્ય કારક ની જગ્યાએ મારક સિધ્ધિ થાય છે.



  • મોતી ચંદ્રમા નો કારક રત્ન છે. તેમને પહેર્યા પછી માતાનું હંમેશા સન્માન કરવું જોઈએ. પીવાના પાણીને ક્યારે ગંદુ ના કરવું જોઈએ. જળનો ક્યારેય બગાડ ના કરવો જોઈએ, શરાબ ન પીવી જોઈએ, સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ.
  • મૂંગા મંગળ રત્ન છે. મૂંગા રત્ન પહેર્યા પછી તમે ભાઈઓ સાથે હંમેશા પ્રેમપૂર્વક જ રહો. નિયમિત વ્યાયામ કરો વીજળીની ચોરી ન કરો. રક્તદાન કરો કોઈપણ ભૂમિ ઉપર અતિક્રમણ ન કરો. બધા જ લોકોનું મંગળ કરવાની આદત બનાવી લો. મીઠી વાણીથી વાતચીત કરો શરાબને ભૂલથી પણ ક્યારેય ન પીવો.


  • પન્ના બુધ રત્ન છે. તેને તમે પહેર્યા પછી એ વાતોનું સદા માટે ધ્યાન રાખો કે પોતાના સંબંધીઓ સાથે પ્રેમપૂર્વક રહો, વેપારમાં ક્યારે ખોટું ન કરો, ટેક્સની ચોરી ન કરો, હીજડા લોકોનું અપમાન ક્યારેય ન કરો, લીલા વૃક્ષો ને નષ્ટ ન કરો, બાળકોને કષ્ટ ન આપો. તમારી બુદ્ધિને હંમેશા માટે સત્કર્મમાં લગાવી રાખો.
  • પુખરાજ ગુરુ રત્ન છે. જો તમે આ ધારણ કરો છો તો હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે પોતાના ગુરુનું ક્યારેય અપમાન ન કરો, તમારા કુળ પુરોહિત નું સન્માન કરો, ધર્મ સ્થળો પર ગંદકી ન કરો, પુસ્તકો હંમેશા સારી રીતે રાખો, દાન નો પ્રચાર કરો, સાત્વિક વિચારોનો પ્રચાર કરો, દારૂને ભૂલથી પણ હાથ ના લગાવો, કોઈ પણ ધર્મનું અપમાન ન કરો.


  • હીરો શુક્ર રત્ન છે. જો તમે તેને પહેરો છો તો હંમેશા આ વાતોનું ધ્યાન રાખો કે ધર્મ પત્નીનું હંમેશા માટે સન્માન કરો, ધર્મ પત્ની ને ક્યારેય પણ પોતાની વાણીથી અપમાન ન કરો, કોઈપણ બીજી સ્ત્રી સાથે સંબંધ ન રાખો, પોતાને હંમેશા સ્વચ્છ રાખો, ગાયો નું અપમાન ન કરો, બાગ બગીચાને ક્યારેય ખરાબ ન કરો અને સ્ત્રીઓનું સન્માન કરો.
  • નીલમ શનિનો રત્ન છે. જો તમે નીલમ રત્ન પહેરો છો તો આ વાતોનું જીવનભર પાલન જરૂરથી કરો સ્વાર્થ શક ની આદત નો હંમેશા માટે ત્યાગ કરો, તમારા સેવકોનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ, ક્યારે પણ કોઈપણ પ્રકારની ચોરી ન કરવી જોઈએ. કોઈપણ પ્રકારનું ષડયંત્રના કરવું જોઈએ. કોઈપણ ને તેમણે કામ કર્યું હોય તેમને પગાર ઓછો ન આપો.
  • ગોમેદ રાહુ રત્ન છે. જો તમે તેમને પહેરો છો તો આ વસ્તુ હંમેશા માટે પાલન કરો. ક્યારે પણ ગંદકી ન ફેલાવો હંમેશા સ્વચ્છતાનું ધ્યાન રાખો, સફાઈ કરમી ને ક્યારેય પણ અપમાન કરવું નહીં, સાસરીયા પક્ષ સાથે પ્રેમપૂર્વક સંબંધ રાખો, દાદા-દાદી નાના-નાની નું ધ્યાન રાખો, પાગલ વ્યક્તિને ચડાવો નહીં. ઘરમાં કચરો રાખવો નહીં અને કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં.
  • લહસુનીયા જો તમે તેમને ધારણ કરો છો તો હંમેશા આ નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ.પરિવાર સાથે મધુર સંબંધ રાખો, મુક બધિર લોકો ને ક્યારેય પણ હેરાન ન કરો, કોઈપણ રોગીઓ સાથે ગુણા ન કરો. કટુ ભાષાનો પ્રયોગ ન કરો ધૂમ્રપાન ન કરો.
  • જો તમે કોઈ પણ રત્ન ધારણ કરો છો તો તમે ઉપરોક્ત બતાવવામાં આવેલા નિયમોનું પાલન કરો છો તો તમને રત્નો નો લાભ નિશ્ચિત થી મળે છે.



Post a comment

0 Comments