શટલ રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો, સાવધાન રહેજો નહીંતર થશે આવું  • શટલ ‌રિક્ષામાં બેસવું હવે દિવસે ને દિવસે ખતરનાક બનતું જાય છે. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગ‌િઠયા પેસેન્જરની નજર ચૂકવીને ચોરી કરે છે અને ક્યારેક તેમને લૂંટી પણ લેતા હોય છે. આવો જ એક કિસ્સો શાહીબાગ પાસે બન્યો છે.
  • શટલ ‌રિક્ષામાં પ્રવાસ કરતા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ તફડાવી લીધી 6 લાખના દાગીના. શાહીબાગથી કાલુપુર જવા શટલ રિક્ષામાં બેઠું હતું દંપતિ.
  • શાહીબાગમાં આવેલ નીલકંઠ રિવરવ્યૂમાં રહેતા રમેશભાઈ સોમાનીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગઈ કાલે બપોરના સમયે રમેશભાઈ અને તેમનાં પત્ની શાહીબાગ ખાતે તેમના દીકરાએ નવું મકાન લીધું હતું, જેથી ગૃહપ્રવેશ અને વાસ્તુ પ્રસંગ હોવાથી રાજસ્થાનથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતાં.
  • શાહીબાગથી કાલુપુર જવા શટલ રિક્ષામાં બેઠા. શાહીબાગ તેમના દીકરાના ઘરે જવા માટે કાલુપુરબ્રિજ પાસે તેઓ રિક્ષાની રાહ જોઇ ઊભાં હતાં તે સમયે એક રિક્ષા તેમની પાસે આવી હતી, જેમાં રમેશભાઈ અને તેમનાં પત્ની બેસી ગયાં હતાં. આ ‌રિક્ષામાં અગાઉથી બે પેસેન્જર બેસેલા હતા. રમેશભાઈની પત્ની પાસે કપડાંની બેગ હતી. રિક્ષામાં તેમણે છ લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ તેમના પગ નીચે મૂકી હતી. ‌રિક્ષા થોડેક આગળ જતાં રિક્ષામાં બેસેલા યુવકે તેમની પાસે રહેલી બેગ લઈ તેના પગ નીચે મૂકી દીધી હતી.
  • છ લાખના સોનાના દાગીના થયાં ગાયબ. ત્યારબાદ તેમણે બેગ પરત માગતાં યુવકે કહ્યું કે કંઈ વાંધો નહીં. ત્યારબાદ રમેશભાઈને ગાયત્રી મંદિર પાસે ઉતારી ‌િરક્ષા દફનાળા તરફ જતી રહી હતી. ‌િરક્ષાચાલક નીકળી ગયા બાદ રમેશભાઈનાં પત્નીએ ઘરે આવીને બેગ ચેક કરતાં તેમાં મૂકેલા છ લાખના સોનાના દાગીના ગાયબ હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં જ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Post a comment

0 Comments