SBIના ગ્રાહકો તાબડતોડ આ કામ કરી લો નહી તો બેંક ખાતું થઇ જશે બંધ


  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને એક એસએમએસ મોકલ્યો છે અને તેઓને 28 ફેબ્રુઆરી 2020 સુધીમાં કેવાયસી પૂર્ણ કરવાનું કહ્યું છે. અન્યથા તેઓ પોતાના ખાથામાંથી કોઇ પણ પ્રકારનું ટ્રાંઝેક્શન કરી શક્શે નહી. તમને જણાવી દઇએ કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ બેંક ખાતાઓ માટે કેવાયસી ફોર્મને જરૂરી બનાવી દીધુ છે. SBIએ કેવાયસીની પતાવટ માટે લાસ્ટ ડેટ (28 ફેબ્રુઆરી 2020) નક્કી કરી છે. બેંકે કહ્યું છે કે કૃપા કરીને નવીનતમ કેવાયસી દસ્તાવેજો સાથે તમારી એસબીઆઇ શાખાનો સંપર્ક કરો. KYC પૂર્ણ કરવા માટે ખાતાને ફ્રિઝ કરવામાં આવી શકે છે.
  • કેવાયસી એટલે 'નો યોર કસ્ટમર' એટલે કે પોતાના ગ્રાહકોને જાણો. ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત ઓળખની પ્રક્રિયાને કેવાયસી કહેવામાં આવે છે. જેની મદદથી બેંક અને અન્ય નાણાકિય સંસ્થાઓ પોતાના ગ્રાહકને સારી રીતે જાણી શકે છે. બેંકો અને નાણાકીય કંપનીઓ આ માટે ફોર્મ ભરે છે અને તેની સાથે ઓળખના કેટલાક પુરાવા લે છે.

  • ઘરે બેઠા કરાવી શકો છો કેવાયસી
  • જો તમે તમારી બેંકની શાખામાં જવા માંગતા નથી તો ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ તમારા માટે ઘરે બેઠા કેવાયસી કરાવાની સુવિધા પણ આપી છે. આરબીઆઇ દ્વારા તાજેતરમાં જ કેવાયસી નિયમોમાં કરેલા બદલાવ અનુસાર આધાર બેસ્ટ વીડિયો કસ્ટમર આઇડેંટિફિકેશન પ્રોસેસ (V-CIP)ને મંજૂરી આપવામાં આવી છે. હવે બેંક, એનબીએફસી અને બીજા લોન આપનારા સંસ્થાન વીડિયો આઇડેંટિફિકેશન પ્રોસેસનો ઉપયોગ કેવાયસી માટે કરી શક્શે.
  • આવી રીતે થશે વીડિયો કેવાયસી
  • આ નવી સિસ્ટમ અંતર્ગત, દૂરસ્થ વિસ્તારોમાં હાજર નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ પાન અથવા આધારકાર્ડ અને કેટલાક પ્રશ્નો દ્વારા ગ્રાહકની ઓળખ કરી શકશે. વીડિયો કોલનો વિકલ્પ સંબંધિત સંસ્થાના ડોમેન પર જ મળશે.


Post a comment

0 Comments