જાણો, 05/02/2020 ને બુધવાર ના રાશિફળ વિશે


  • મેષ
  • બીજા લોકો આપના દયાળુ સભાવનો ગેરલાભ ઉઠાવવાની કોશીશ કરી શકે છે. યાદ રાખજો જીંદગીમાં દરેક વસ્તુ સંતુલિત હોવી આવશ્યક છે. એટલે જરૂરથી વધુ દયા ખાવી પણ ઠીક નથી. આપની દયાનો જો ખોટો લાભ ઉઠાવાશે તો આપનો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે.
  • વૃષભ
  • આજે આપે પોતાના દોસ્તો સાથેના સંબંધોને જોવાની જરૂર છે. કદાચ આપ લોકો વચ્ચે ઈર્ષ્યા ઉભી થઈ રહી છે જે આગળ જઈને નુકસાનકારક નીવડી શકે છે. દોસ્તોથી વાત કરીને એનું કારણ જાણવાનો પ્રયત્ન કરજો - જો કોઈ ત્રીજી વ્યક્તિ આપ અને આપનાં દોસ્તો વચ્ચે કોઈ તડ પાડવાનો પ્રયત્ન કરી રહેલ છે તો એનીથી દૂર જ રહેશો.
  • મિથુન
  • આજે આપનું લાંબા સમયથી અટકેલું કામ પુરૂં ધઈ જશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે અત્યારસુધી આપને માટે અડચણ રૂપ હતી તેજ હવે આપની મદદ કરવા આગળ આવશે. એની મદદથી થાવ પોતાનું કામ સ્હેલાઈ પૂર્વક પુરૂં કરાવી લેજો. આ તકનો પુરેપુરો લાભ લઈ લેજો.
  • કર્ક
  • આજે આપે પોતાના કાર્યાલય અને ઘર પર નાજુક મુદ્દાઓને ઉકેલવાને માટે પોતાની ચતુરાઈ અને સમજનો ઉપયોગ કરવો જોઈશે. ધ્યાનમાં રાખજો બીજાઓને બહસ કરતાં જોઈને તમે પણ એમાં લાગી ન જશો. જો કોઈ આપના સાથે ગેરવાજબી વહેવાર કરે તો પણ આપ નમ્રતાથી પોતાની વાત કહેશો અને પછી ત્યાંથી નીકળી જજો. બધુજ ઠીક થઈ જશો.
  • સિંહ
  • આજે આપના સરકાર સંબંધિત અટકેલા કામ બની જશે. એ સંસ્થાઓથી આપના કામને પ્રાથમિકતા મળશે જ્યાં અત્યાદસુધી આપના કામ પર ધ્યાન દેવાનું ન હતું. આ સારા સમયનો લાભ ઉઠાવતા આપ પોતાના બધાજ કામો સમયસર પુરા કરી લેશો.
  • કન્યા
  • આજે આપનું ભાગ્યજ આપને સફળતા અપાવશે. આજે બધુંજ આપની ઇચ્છા મુતાવક થશે. આપને લાગશે કે આ બધું આપની મહેનતથી ન થઈને આપના સહભાગ્યેજ થઈ રહ્યું છે. આ સમયનો પુરેપુરો લાભ ઉઠાવશો.
  • તુલા
  • આપનો કદાચ કોઈ ઉચ્ચ અધિકારી સાથે મેળ ન બેસતો હોય. પરંતુ આપને માટે સારૂં એજ હશે કે આપ સમજણપૂર્વક અને હોશીયારીથી કામ કરાવી લેશો. આપ પોતાની વાત એમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરો. આપ દર વખતે એ ધ્યાનમાં રાખશો કે આપે હોશીયારીથી પોતાની વાત રજુ કરવાની છે.
  • વૃશ્ચિક
  • આજે આપને ઉચ્ચ અધિકારીઓને લીધે કદાચ થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે જોઈ વિચારીને કદમ ઉઠાવવાનો છે. આપની આસપાસનું વાતાવરણ ખાસ સારૂં નથી એટલે સાવચેતીથી કામ લેશો, કોઈ મુશીબતમાં ફસાઈ શકો છો. સમજદારી એજ છે કે એ જાણવાની કોશીશ કરો કે વાત કેવી રીતે બગડી અને એને સુધારવાનો પ્રયત્ન કરશો.
  • ધન
  • આજે આપ પોતાને પરિસ્થિતિઓ મુજબ ઢાળવાનો પ્રયત્ન કરશો. મુશીબતો તો આવતી-થતી રહેશે પરંતુ આપે એ તો જાણી લીધું છે કે રચનાત્મક વિચારો રાખવાથી આપણે પરિસ્થિતિઓનો સારી રીતે મુકાબલો કરી શકીએ છીએ. એટલે આજે એ જાણવાનો પ્રયત્ન કરશો આપ કેવી રીતે પોતાની મુશ્કેલીનો ઉકેલ લાવી શકો છો.
  • મકર
  • આજે આપે એ શીખવાની જરૂર છે કે આપ બીજા લોકોની સામે પોતાને કેવી રીતે વધુ સારી રીતે વ્યક્ત કરી શકો છો. જેથી બીજા લોકો એજ સમજે જે આપ એમને સમજાવવા ચાહો છો. એથી આપ બહસ અને ગેરસમજણથી બચી શકશો. વળી આપના દોસ્તો, કુટુંબીજનો અને સાથે કામ કરનારા ઓથી આપનાં સંબંધો વધુ ગાઢ બનાવી શકશો.
  • કુંભ
  • આજે આપ એમજ ગપ્પાં મારતી વખતે પોતાના શબ્દોને જોઈ વિચારીને વાપરજો. આપ ફોને શું કહી રહ્યા છો એનું ધ્યાન રાખજો. આપના શબ્દોનો આડો અવવો ઉપયોગ કરીને આપની વિરૂદ્ધજ એનો ઉપયોગ થઈ શકે છે. સારૂં તો આજ છે કે નક્કામા ગપ્પાં મારશો નહીં.
  • મીન
  • હાલમાં સત્તાવાળાઓ ને નારાજ ન કરશો ખાસ કરીને જો આપે એમનાથી કોઈ કરાવવાનું હોય તો. સમકારથી સંબંધિત કામ કરવાને માટે આપે થોડીક ધીરકથી કામ લેવું પડશે. જો આપનું ખુબજ આવશ્યક કામ આટકેલું છે તો વગર સંકોચે ઉચ્ચ અધિકારી સાથે વાત કરો.


Post a comment

0 Comments