1970 બાદ સંસદમાં બજેટ બીજી વખત રજૂ કરનાર મહિલા નાણામંત્રી નિર્મલા સિતારામન અંગે જાણો


આજે મોદી સરકારનું બીજું મહત્વપૂર્ણ બજેટ સંસદમાં રજૂ થનાર છે. 1970 બાદ પહેલી વાર દેશમાં મહિલા નાણા મંત્રી નિર્મલા સિતારામન તેમના સહયોગીઓ સાથે મળીને બજેટ રજૂ કરશે. ત્યારે દેશના બીજા નાણા મંત્રી સિતારામન અંગેની અમુક ન જાણેલી વાત જાણીએ.

પરિવાર

નિર્મલા સિતારામનનો જન્મ 18 ઓગસ્ટ 1959માં મદુરાઈમાં થયો હતો. તેમના પિતા નારાયણન સિતારામન ભારતીય રેલ્વેમાં નોકરી હોવાથી તેઓ રાજ્યના અલગ-અલગ ભાગોમાં રહેલા છે. તેમણે પ્રાથમિક, ઉચ્ચ શિક્ષણ તથા ગ્રેજ્યુએશન (બેચરલ ઓફ કોમર્સ) સુધીનું શિક્ષણ તિરૂપરાપલ્લાથી મેળવેલ છે. ત્યાર બાદ તેમણે દિલ્હી જેએનયૂથી એમ એ (ઈકોનોમિક્સ) અને એમ ફીલની ડીગ્રી હાંસિલ કરેલ છે. જેએનયૂના અભ્યાસ બાદ તેમના લગ્ન પ્રકાલા પ્રભાકર સાથે 18986માં થયા હતા. તેમને એક પુત્રી છે. પ્રભાકર કોંગ્રેસ કુટુંબથી સંકળાયેલ છે અને હાલમાં આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુના કોમ્યુનિકેશન એડવાઈઝર તરીકે કાર્યરત છે.

રાજકીય કારકિર્દી

અભ્યાસ બાદ નિર્મલા સિતારામન વિદેશ ગયા હતા જ્યાંથી તેઓ 1999માં ભારત પરત ફર્યા હતા. અહિં તેમની રાજકીય કારદીર્દીની શરૂઆત થઈ. 2003થી 2005 સુધી તેઓ રાષ્ટ્રીય મહિલા પંચના સભ્ય. ત્યાર બાદ 2008માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણના સભ્ય તરીકે નિમાયા. 2010માં ભાજપના પાર્ટીના પ્રવક્તા તરીકે નિયુક્ત થયા. આખરે 2014માં સરકારનમાં પહેલી વાર કેબિનેટનો ભાગ બન્યા. પહેલી વાર વાણિજ્યિક અને પછી ઉદ્યોગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બન્યા. ત્યાર બાદ 2017માં મહત્વપૂર્ણ રક્ષા મંત્રાલયની જવાબદારી સોંપાઈ. રક્ષામંત્રી તરીકે સંસદમાં તેમણે વિવાદાસ્પદ રાફેલ યુદ્ધવિમાન કરાર પર સરકારનો પક્ષ મજબૂતીથી મૂક્યો.

દેશના બીજા મહિલા નાણામંત્રી

હાલમાં મોદી સરકારના બીજા તબક્કાના કાર્યકાળમાં તેઓ નાણા મંત્રી તરીકે કામકાજ સંભાળે છે. આજે એટલે કે 5 જુલાઈના રોજ મોદી સરકારનું બીજું બજેટ રજૂ કરવાના છે. આ અગાઉ 1970માં દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પ્રથમ વાર મહિલા નાણામંત્રી તરીકે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. ઈન્દિરા ગાંધીએ નાણા મંત્રાલયનો હવાલો પોતાની પાસે રાખ્યો હતો.

Post a comment

0 Comments