કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુજરાતને આપી બે મોટી ભેટ


કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુજરાતને બે મોટી ભેટ આપી છે. અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી છે. તો કચ્છ જિલ્લામાં આવેલા ધોળાવીરાને પુરાતત્વ સાઈટ તરીકે ફરી વિકાસ કરાશે. ત્યારે જોઈએ શું છે ઐતિહાસિક નગરી લોથલ અને ધોળાવીરા…


ધોળાવીરાના વિકાસનો ખાસ ઉલ્લેખ

કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાને ગુજરાતના પુરાતત્વ સ્થળ લોથલ અને ધોળાવીરાને વિકસાવવાનો ખાસ ઉલ્લેખ કર્યો. કેન્દ્રીય પ્રધાને લોથલમાં સમુદ્રી મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી છે. લોથલના પૂરાતત્વીય અવશેષો અમદાવાદના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે બે કિલોમીટર દૂર આજે પણ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા ઉપલબ્ધ છે. આશરે ઈ.સ. પૂર્વે 2500-1900 વર્ષો જૂની હડ્ડપન સંસ્કૃતિના લોથલ બંદર ગામે અવશેષો મળ્યા હતા. ત્યાં કોટ એટલે કિલ્લો અને નગર એમ બંને હતાં એમ જણાયું હતું. ઈ.સ.1955-62 દરમિયાન તેનું ઉત્ખનન થયું હતું. ત્યાં કોટ એટલે કિલ્લો અને નગર બંને હતાં એમ જણાયું હતું.


લોથલ ધમધમતું બંદર

શહેરી જરૂરિયાત મુજબ પાકી ઈંટથી બનેલા ઘરો, સ્નાનાગાર, કૂવાઓ, વ્યાપારી ક્ષેત્રના મકાનો, પાણી નિકાલની વ્યવસ્થા તો રાજકીય વહીવટ કરનારા મકાનો અને વ્યાપારીઓના મકાનો અલગ અલગ વિસ્તારમાં હોવાનો આભાસ થાય છે. બંદરની ગોદીને પાણીના મારાથી બચાવવા ખાસ મોટી પાકી ઈંટથી બનાવેલી દીવાલ જોવા મળે છે. લોથલ એ જમાનામાં આ વિસ્તારનું ધમધમતું બંદર હતું જેનો વ્યવહાર પશ્ચિમ એશિયાના પ્રદેશોમાં હતો જેમાં અર્ધ કિંમતી પથ્થરો, મણકાઓ, તાંબું, હાથીદાંત, શંખ અને કપાસનો વેપાર હતો.

પાંચ હજાર વર્ષ જૂની છે ધોળાવીરાની સંસ્કૃતિ

કેન્દ્રીય બજેટમાં કચ્છ જિલ્લામાં આવેલા ધોળાવીરાને આર્કિયોલોજીકલ સાઈટ તરીકે રિડેવલપ કરવાની જાહેરાત કરી છે. ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે. ધોળાવીરા ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે.

આખા નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું હોવાનું ઇતિહાસવિદોનું માનવું છે.

લોથલ બંદર ગામે ઈ.સ. પૂર્વે ૨૫૦૦-૧૯૦૦ વર્ષો જૂની હડ્ડપન સંસ્કૃતિના અવશેષો મળ્યા હતાં
કિલ્લો અને નગર એમ બંને હતાં
ઈ.સ. ૧૯૫૫-૬૨ દરમિયાન ઉત્ખનન થયું હતું
કોટ એટલે કિલ્લો અને નગર બંને હતાં એમ જણાયું હતું
શહેરી જરૂરિયાત મુજબ પાકી ઈંટથી બનેલા ઘરો હતા
સ્નાનાગાર, કૂવાઓ, વ્યાપારી ક્ષેત્રના મકાનો, પાણી નિકાલની વ્યવસ્થા હતી
રાજકીય વહીવટ કરનારા મકાનો અને વ્યાપારીઓનાં મકાનો હોવાનો આભાસ થાય છે
ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે
ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે
આ સંસ્કૃતિ ૫,૦૦૦ વર્ષ જૂની છે અને એ વખતે લગભગ ૫૦,૦૦૦ લોકો રહેતા હતા તેવું અનુમાન

Post a comment

0 Comments