ફેબ્રુઆરીમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જરૂરી કામ તાત્કાલિક પુરા કરો • ફેબ્રુઆરી મહિનાની શરૂઆત બેંક બંધ થવાની સાથે થઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં કુલ 12 દિવસ સુધી બેંક બંધ રહેશે. 1 ફેબ્રુઆરીએ બેંક કર્મચારીઓની હડતાળ છે.એટલા માટે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંકે આ મહિનાની રજાઓની યાદી જાહેર કરી છે. જે મુજબ ફેબ્રુઆરી મહિનામાં કુલ 12 દિવસની રજા આપવામાં આવી છે. આ સાથે અલગ અલગ રાજ્યોમાં આવતી રજાઓ અલગથી ગણવામાં આવશે. ત્યારે આટલી બધી રજાઓને લઈ ખાતાધારકોને પણ પરેશાની ઉઠાવી પડશે. એટલા માટે બેંકથી જોડાયેલું જો કોઈ પણ કામનું આયોજન કરી રહ્યા હોવ તો હમણા જ આ કામ પતાવી દેશો.

 • 1 ફેબ્રુઆરીએ બેંક કર્મચારીઓની હડતાળ
 • દેશની સરકારી બેંકો 1 ફેબ્રુઆરીએ હડતાળ પર છે. બેંકોની સૌથી મોટી યુનિયન ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડેરેશન, ઓલ ઈન્ડિયા બેંક એંપ્લોઈજ એસોશિએશન અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ હડતાળમાં સામેલ થઈ રહ્યા છે.આ હડતાળ પગાર વધારાને લઈને થઈ રહી છે.

 • આવો જાણીએ ફેબ્રુઆરીમાં ક્યારે ક્યારે બેંક બંધ રહેશે.
 • 1- ફેબ્રુઆરી-બેંક હડતાળના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
 • 2 -ફેબ્રુઆરી રવિવાર હોવાથી રજાના કારણે તે દિવસે પણ બેંક બંધ રહેશે.
 • 8- ફેબ્રુઆરી મહિનાનો બીજો શનિવાર હોવાથી તે દિવસે પણ બેંક બંધ રહેશે.
 • 9 -ફેબ્રુઆરી રવિવારની રજાના કારણે બેંક બંધ રહેશે.
 • 15 -ફેબ્રુઆરી ઈમ્ફાલમાં લૂઈ-નનગાઈ-નીના કારણે બેંકમાં રજા રહેશે.
 • 16 -ફેબ્રુઆરી રવિવારની રજા તેથી બેંક બંધ રહેશે.
 • 19 -ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોવાના કારણે મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બેંક બંધ રહેશે.
 • 20 -ફેબ્રુઆરી આઈઝૉલમાં સ્ટેટ ડેના કારણે બેંકોનું કામકાજ બંધ રહેશે.
 • 21 -ફેબ્રુઆરી મહાશિવરાત્રિના અવસરે અમદાવાદ, બેલાપુર, બેંગલુરૂ, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચ્ચિ, લખનઉ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચિ. શિમલા. શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
 • 22 -ફેબ્રુઆરી મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે તે દિવસે પણ બેંક બંધ રહેશે.
 • 23 -ફેબ્રુઆરી રવિવારની રજા રહેશે, બેંકમાં પણ કામકાજ બંધ રહેશે.
 • 24 -ફેબ્રુઆરી ગંગટોકમાં લોસરના કારણે બેંક બંધ રહેશે.


Post a comment

0 Comments