ભારતમાં લોન્ચ થઈ રહી છે, ઈલેક્ટ્રીક Kwid, સિંગલ ચાર્જમાં દોડશે 270km  • ફ્રાન્સની કાર ઉત્પાદક કંપની રેનો ઈન્ડિયા (Renault India) ભારતમાં ઈલેક્ટ્રીક કાર લાવવાની તૈયારીઓ કરી રહી છે. હાલ કંપની ભારતમાં તેની એન્ટ્રી લેવલની પરવડે તેવી કાર Kwidના ઈલેક્ટ્રીક વર્ઝન પર કામ કરી રહી છે. કંપનીએ આ ઈલેક્ટ્રીક કારનું સત્તાવાર ટિઝર પણ જાહેર કરી દીધું છે. ઈલેક્ટ્રીક Kwid City K-ZEને પાંચમી ફેબ્રુઆરીના રોજ ઓટો એક્સ્પે-2020માં રજુ કરવામાં આવશે. આ કાર ચીનમાં વેચાતી K-ZE આધારીત હશે. ઉલ્લેખનિય છે કે, કંપની અગાઉ પણ આ કારને ચીનમાં યોજાનારા Chengdu Motor Show 2019માં રજુ કરી ચુકી છે.


  • ચીનના ગ્લોબલ માર્કેટમાં K-ZE પાંચ વેરિઅન્ટમાં વેચવામાં આવે છે અને ત્યાં આ કારની કિંમત માત્ર 6.36 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ઉલ્લેખનિય છે કે, Kwidની રેડી ઈલેક્ટ્રીક વેરિયન્યને K-ZE બેનર હેઠળ 2019માં શાંઘાઈ મોટર શોમાં રજુ કરવામાં આવી હતી. જ્યારે ભારતીય માર્કેટમાં રજુ થનારી ઈલેક્ટ્રી કાર Kwid K-ZE કોન્સેપ્ટ પર આધારીત હશે.
  • ઈલેક્ટ્રીક Kwidનું ભારતમાં નામ City K-ZE રાખવામાં આવશે. હાલ આ કારના ઈન્ટીરિયર અને એક્સટીરિયર વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી નથી. જોકે ચીનમાં વેચાતી K-ZEની વાત કરીએ તો આ કારમાં 30kWhની લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવશે, જે ચીનમાં સિંગલ ચાર્જમાં 271kmની ડ્રાઈવિં રેજ આપે છે.
  • K-ZEમાં ફાસ્ટ ચાર્જિંગનો પણ વિકલ્પ છે, જેના દ્વારા આ કાર માત્ર 50 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. આ સાથે જ આ કારને ઘર પર ફુલ ચાર્જ થવામાં ચાર કલાકો સમય લાગે છે. ઓટો રેનો એક્સ્પો-2020માં લગભગ 12 વાહનો અને બે નવા એન્જીન રજુ કરશે, જેમાં Triber, Kwid અને Duster ફેસલિફ્ટનો સમાવેશ થાય છે. નવા ઈન્જન તરીકે કંપની 1.0 લીટર અને 1.3 લીટર ટર્બો પણ રજુ કરી શકે છે.


  • ઉલ્લેખનિય છે કે, કંપની હાલ તેની નવી સબ કોમ્પેક્ટ SUV HBC પર પણ કામ કરી રહી છે, જેને ભારતમાં વિટારા બ્રેઝા, હુંડાઈ વેન્યૂ, મહિન્દ્રા એક્સયૂવી 300 અને ટાટા નેક્સો જેવા મોડલોની સ્પર્ધી તરીકે જોવાય છે. Triberને જે પ્લોટફોર્મ પર બનાવાઈ છે તે જ પ્લેટફોર્મ પર કંપની SUV HBC તૈયાર કરી છે, જ્યારે આ જ પ્લોટફોર્મ પર તૈયાર થયેલી પહેલી પ્રોડક્ટ ક્વિડ છે.


Post a comment

0 Comments