કોરોના વાયરસથી ચેપગ્રસ્ત યુવકનો દાવો, આ બે ચીજોનાં સેવનથી થઈ ગયો એકદમ ઠીક  • કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થનારા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે વુહાનની એક હૉસ્પિટલમાં ભરતી થયો, પરંતુ દવા ખાધા વગર તેણે ખુદની સારવાર કરી. ધ સનની રિપોર્ટ પ્રમાણે કોનોર રીડ નામનાં 25 વર્ષનાં એક વ્યક્તિએ કહ્યું છે કે તેણે વ્હિસ્કી અને મધ પીને ખુદને જીવલેણ બીમારીથી બચાવ્યો.
  • કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થનારા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે વુહાનની એક હૉસ્પિટલમાં ભરતી થયો, પરંતુ દવા ખાધા વગર તેણે ખુદની સારવાર કરી. ધ સનની રિપોર્ટ પ્રમાણે કોનોર રીડ નામનાં 25 વર્ષનાં એક વ્યક્તિએ કહ્યું છે કે તેણે વ્હિસ્કી અને મધ પીને ખુદને જીવલેણ બીમારીથી બચાવ્યો.
  • કોનોરને લગભગ 2 મહિના પહેલાથી ચેપ લાગ્યો હતો. તેને ઘણો કફ થઈ રહ્યો હતો અને હૉસ્પિટલમાં તપાસ કરવામાં આવી તો કોરોના વાયરસની પુષ્ટિ થઈ. કોનોરે કહ્યું કે, 'મે ઇનહેલરનો ઉપયોગ કર્યો અને હૉટ વ્હિસ્કીમાં મધ મેળવીને ઘણું પીધું. આ સારવારની જૂની રીત છે અને મને લાગે છે કે આ ટ્રિક કામ કરી. મે ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલી એન્ટિબાયોટિક્સ નથી લીધી.'
  • ત્યારબાદ કોનોરને ઝોંગનાન યૂનિવર્સિટી હૉસ્પિટલી રજા આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી મોતનો આંકડો સોમવારનાં 361 પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં લગભગ 2800 નવા ચેપગ્રસ્ત દર્દીઓનાં કેસ આવ્યા છે. કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી કોઈ વેક્સિન તૈયાર થઈ શકી નથી.


Post a comment

0 Comments