જોઈ લો કોરોના વાયરસની અસલી તસવીર, માઇક્રોમીટરનો છે 1000મો ભાગ  • કોરોના વાઇરસે ચીનમાં કહેર મચાવી રાખ્યો છે અને અત્યાર સુધી આ ખતરનાક વાયરસે ત્યાં 300થી વધારે લોકોનો ભોગ લીધો છે, જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આખી દુનિયા આ વાયરસથી ડરી છે અને વૈજ્ઞાનિક દિવસ-રાત આના વૈક્સિનની શોધ કરી રહ્યા છે. હવે માઇક્રોસ્કોપ દ્વારા અત્યંત ખતરનાક કોરોના વાયરસની અસલી તસવીર પણ દુનિયાની સામે આવી ગઈ છે જે લોકોને ચોંકાવી રહી છે.
  • આંતરરાષ્ટ્રિય સંસ્થાઓએ સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી
  • માઇક્રોસ્કોપ દ્વારા કોરોના વાયરસની જે તસવીર લોકોની સામે આવી છે, તેમા આ વાયરસ એક મિલીમીટરનાં એક લાખમાં ભાગનાં નાના ટુકડામાં વિભાજિત કરવાનો રહેશે જેથી માપી શકાય. શોધકર્તાઓએ હાલમાં જ કોરોના વાયરસથી ચીનમાં સૈંકડો મોત થયા બાદ જીવલેણ વાયરસને લઇને માઇક્રોસ્કોપથી લીધેલી તસવીર જાહેર કરી છે. આ વાયરસે આખા મહાદ્વીપને પોતાની ઝપટમાં લીધો છે અને અનેક આંતરરાષ્ટ્રિય સંસ્થાઓએ આને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.
  • હોંગકોંગ યૂનિવર્સિટીનાં એલકેએસ ફેકલ્ટ ઑફ મેડિસને આ જીવલેણ અને ખતરનાક વાયરસની તસવીરની કૉપી જાહેર કરી છે. આ વાયરસનો આકાર માઇક્રોમીટરમાં છે જે એક મિલીમીટરનો હજારમો ભાગ છે. વાયરસ 20 નેનોમીટરનાં વ્યાસમાં હોય છે. એક નેનોમીટર એક માઇક્રોમીટરનો હજારમાં ભાગ છે.
  • વૈજ્ઞાનિકો વેક્સિનની શોધ માટે કરી રહ્યા છે પ્રયત્નો
  • ઉલ્લેખનીય છે કે આ બીમારીથી લડવા માટે એક મહિલા સાયન્ટિસ્ટ દિવસ-રાત કામ કરી રહી છે. સ્કોટલેન્ડની રહેવાસી કેટ બ્રોડરિક કોરોના વાયરસથી બચવા માટે વેક્સિનની શોધ કરવાનો પ્રયત્ન કરી રહી છે. બ્રોડરિક રાતનાં ફક્ત 2 કલાક જ ઊંઘે છે.


Post a comment

0 Comments