આજે જ ટ્રાય કરો, ચીકુ એન્ડ નટ મિલ્કશેક • શક્તિદાયક અને પ્રોટીનયુક્તથી ભરપુર છે આ ચીકુ એન્ડ નટ મિલ્કશેક જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન કરવામાં આવે છે, જેનો સ્વાદ ખુબ જ સારો છે. તો તમે એકવાર તમારા ઘરે ટ્રાય કરી જુઓ..

 • સામગ્રી 
 • 2 કપ ચીકુના ટુકડા
 • 2 ટેબલસ્પૂન સમારેલા કાજૂ
 • 3 કપ ઠંડું દૂધ
 • 2 ટેબલસ્પૂન સાકર
 • 2 1/2 ટેબલસ્પૂન સમારેલા અખરોટ

 • બનાવવાની રીત 
 • મિક્સરમાં દૂધ, ચીકુ, કાજૂ અને સાકર મેળવી સુંવાળું મિલ્કશેક તૈયાર કરો.
 • તેને ૫ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
 • દરેક ગ્લાસને 1/2 ટેબલસ્પૂન અખરોટ વડે સજાવીને તરત જ પીરસો.


Post a comment

0 Comments