Appleનું સ્માર્ટ સ્પીકર Homepad ભારતમાં લોન્ચ, જાણો કિંમત


Appleએ આખરે તેનું સ્માર્ટ સ્પીકર Apple Homepad (હોમપેડ) ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. વર્ષ 2017 માં, આ સ્પીકર વૈશ્વિક સ્તરે લોન્ચ કરાયું હતું. કંપનીએ આ સ્માર્ટ સ્પીકર વિશે અગાઉ વધારે માહિતી શેર કરી ન હતી. પરંતુ હવે તમે આ સ્પીકરને Appleની સત્તાવાર વેબસાઇટ પર પણ ખરીદી શકો છો. તેમાં ખૂબ જ વિશેષ સુવિધાઓ અને ઉત્તમ વોલ્યુમ સેટિંગ્સ ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, Appleનું આ સ્માર્ટ સ્પીકર વૈશ્વિક સ્તરે લોન્ચ થયું હતું, જે લોકોને ખૂબ ગમ્યું. આ સ્પીકરની લંબાઈ 9 ઇંચ કહેવાય છે. આ સ્પીકરમાં તમને 6 માઇક્રોફોનનો ટેકો મળશે, જેના દ્વારા વપરાશકર્તાઓ આદેશો આપી શકશે. ભારતમાં આ Apple ગેજેટની કિંમત 19,900 નક્કી કરવામાં આવી છે.

Post a comment

0 Comments