40 કલાક ચાલશે Motorolaના આ સ્માર્ટફોનની બેટરી, પહેલા કરતા પણ થયો સસ્તો  • જો તમે સારા કેમેરાવાળો અને મજબૂત બેટરીવાળો કોઈ ફોનને શોધી રહ્યા છો તો મોટોરોલા ફોન ખરીદવો એ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કંપનીના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ ફોન Moto G8 Plusની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોન ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ થયો હતો. તે સમયે તેની કિંમત 13,999 રૂપિયા હતી, પરંતુ હવે મિડ રેંજ સેગમેન્ટના ફોન સસ્તા કરવામાં આવ્યા છે.
  • નવા ભાવમાં ફોન ફ્લિપકાર્ટ પર જોઇ શકાય છે. અહીંથી જોઈ શકાય છે કે Moto G8 Plusના ભાવમાં 1000 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ગ્રાહકો આ ફોનને ફક્ત 12,999 રૂપિયામાં ઘરે લાવી શકે છે. ફ્લિપકાર્ટ પર નો-કોસ્ટ ઇએમઆઈ અને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. એક્સચેન્જ ઓફર અંતર્ગત ફોન પર 11,700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
  • Moto G Plusમાં 6.3 ઇંચની ફુલ-એચડી + (1080×2280 પિક્સેલ્સ) આઈપીએસ એલસીડી ડિસ્પ્લે છે. ફોનમાં 2.0GHz ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર છે, જેમાં એડ્રેનો 610 GPU અને 4GB LPDDR4 રેમ છે.
  • કેમેરાની વાત કરીએ તો Moto G8 Plusના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઈમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ડેડિકેટેડ એક્શન કેમેરો અને 5 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 25 મેગાપિક્સલનો કેમેરો f/2.2 અપાર્ચર સાથે છે.
  • પાવર માટે ફોનમાં 4,000 mAhની બેટરી છે, જે 15W ટર્બોપાવર ચાર્જર સાથે આવે છે. મોટોરોલા દાવો કરે છે કે આ ફોન 40 કલાકની બેટરી બેકઅપ સાથે આવે છે. ઉપરાંત, જો તમારી પાસે સમય ઓછો હોય તો આ ફોન ફક્ત 15 મિનિટ માટે ચાર્જ થઈને 15 કલાક કામ કરી શકે છે.


Post a comment

0 Comments