શું તમારો બોયફ્રેન્ડ આ 3 સવાલ વારંવાર પૂછે છે? તો પછી દિલ-દિમાગથી લો આ નિર્ણય  • ધણીવાર સંબંધોમાં પ્રેમ બહુ હોય છે પણ સમજદારીના અભાવે સારા સંબંધો જલ્દી તૂટી જતા હોય છે. કારણ કે ખાલી પ્રેમ કરવાથી સંબંધો લાંબા નથી ટકતા, સંબંધોને લાંબા સમય સુધી ટકાવી રાખવા પરસ્પર મનમેળ, સમજદારી અને કાળજીની જરૂર હોય છે. જો તમારા સંબંધોમાં વારંવાર બ્રેકઅપ અને પેંચઅપ થતા હોય તો આ વાત જણાવે છે કે આ સંબંધ લાંબો સમય નહીં ટકે. અને તેવી ક્ષણ બહુ જલ્દી આવશે જ્યારે તમારે મન અને મગજથી એક નિર્ણય લેવો પડશે.
  • ત્યારે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે કે જો તમારો બોયફ્રેન્ડ આ 3 સવાલ વારંવાર પુછતો હોય તો આ પ્રેમ સંબંધથી દૂર થઇ જવું જરૂરી છે.
  • જો તમારા બોયફ્રેન્ડ તમને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે તો તમારે તેને તરત જ છોડી દેવો જોઇએ. અનેક બોયફ્રેન્ડ પ્રેમમાં નામે મહિલાને સારી રીતે કંટ્રોલ કરવામાં મહારત ધરાવે છે. શું તમારે તમારા બોયફ્રેન્ડ વારંવાર ખુલાસા આપવા પડે છે કે તમે ક્યાં જાવ છો કોઇને કેમ મળો છો. શું તમારો બોયફ્રેન્ડ તમે કોને મળો ક્યાં જાવ તે નક્કી કરે છે? તો આવા કંટ્રોલ કરતા બોયફ્રેન્ડથી તમારે દૂર રહેવું જોઇએ.
  • શું તમારો બોયફ્રેન્ડ તમારા કપડા અને તમારી ખાનપીણીની આદતો પર સવાલ ઉઠાવે છે. શું તે તમને દુપટ્ટો ઠીક કર, આવું ના પહેર, એક પ્રકારના જ કપડા પહેર, કેમ તું પેલા છોકરાને જોઇને હસીને વાત કરે છે તેવું પુછે છે? તો આ સંબંધો લાંબા નહીં ટકી શકે.
  • વિશ્વાસ કોઇ પણ સંબંધમાં મહત્વની મૂડી હોય છે. અને જો તમારા બોયફ્રેન્ડ તમારા બોલવા પર પણ પ્રતિબંધ મૂકતો હોય તો તમારે તેને છોડી દેવો જોઇએ. જ્યારે સંબંધોમાં એકબીજાને કંટ્રોલ કરવાનું વાત આવે છે તો તે સંબંધ ત્યાં જ મરી જાય છે. તમે કોઇને પર પણ અનેક બંધન બાંધીને તેને પ્રેમ કરવાનું નથી કહી શકતા. ત્યારે આવી સ્થિતિમાં સંબંધ તોડવા જ સારા રહેશે.


Post a comment

0 Comments