જાણો, 2020 ના નવા બજેટમાં શું થયું મોંઘું અને શું થયું સસ્તુ • નાણા મંત્રી નિર્મલા સીતારમને શનિવારે 2020-21નું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં અલગ-અલગ સેક્ટર્સ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. જોકે, કેટલીક જાહેરાતો એવી પણ કરવામાં આવી છે, જેને કારણે સામાન્ય લોકોની જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ જશે. તો તમે પણ જાણી લો કે કઈ વસ્તુઓ થઈ જશે મોંઘી...
 • પહેલા ફુટવેર પર કસ્ટમ ડ્યૂટી 25 ટકા હતી, જેમાં સીધો 10 ટકાનો વધારો કરવામાં આવતા હવે ફુટવેર પરની કસ્ટમ ડ્યૂટી 35 ટકા કરવામાં આવી છે. તેમજ ફર્નિચર પર કસ્ટમ ડ્યૂટીને 20 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવી છે. સામાન્ય બજેટમાં સિગરેટ અને તંબાકુ જેવ ઉત્પાદનો પર પણ આયોત ડ્યૂટી વધારવાનો પ્રસ્તાવ છે. એવામાં સંભાવના છે કે, આવનારા દિવસોમાં સિગરેટ સહિતની તંબાકૂ પ્રોડક્ટ્સ મોંઘી થઈ જશે. જોકે, બીડી પર કસ્ટમ ડ્યૂટીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
 • જ્યારે કાપડ ક્ષેત્રને લાભ આપવા માટે પ્યૂરિફાઈડ ટેરાપેથિક એસિક (PTA) પર ડંપિંગરોધી કરને દૂર કરવામાં આવ્યો છે. સાથે જ ન્યૂઝ પ્રિન્ટ અને કોટેડ પેપરની આયાત પર આયાત કરને 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
 • આ વસ્તુઓ થશે મોંઘી
 • ફુટવેર
 • ફર્નીચર
 • સિગરેટ/ તંબાકુ પ્રોડક્ટ્સ
 • પંખો
 • કોપર
 • સ્ટીલ
 • કિચનવેર
 • પંખો
 • પેટ્રોલ-ડીઝલ
 • સોનુ
 • કાજુ
 • ઓટો પાર્ટ્સ
 • સિંથેટિક રબર
 • ઓપ્ટિકલ ફાઈબર
 • સ્ટેનલેસ પ્રોડક્ટ
 • લાઉડસ્પીકર
 • વીડિયો રેકોર્ડર
 • PVC અને ટાઈલ્સ
 • AC
 • CCTV કેમેરા
 • ઈમ્પોર્ટેડ મેડિકલ ડિવાઈઝ
 • પશુ આધારિત ઉત્પાદનો
 • ટુના બેત
 • સ્કિમ્ડ મિલ્ક
 • કેટલાક આલ્કોહોલયુક્ત પીણા
 • સોયા ફાઇબર
 • સોયા પ્રોટીન

 • આ વસ્તુઓ થશે સસ્તી
 • પ્યૂરિફાઈડ ટેરાપેથિક એસિડ
 • ન્યૂઝ પ્રિન્ટ
 • કોટેડ પેપર
 • ફ્યૂઝ
 • રસાયણ
 • પ્લાસ્ટિક જેવો કાચો માલ
 • ઈલેક્ટ્રોનિક સામાન
 • ઈલેક્ટ્રિક વેહિકલ
 • સેટ-ટોપ બોક્સ

Post a comment

0 Comments