ઘરેજ બનાવો સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ, નોંધી લ્યો રેસિપી


સામગ્રી

1 1/4 ટીસ્પૂન બાફેલા મીઠી ના દાણા

1/4 કપ બાફીને છૂંદેલા મીઠી મકાઇના દાણા

1 કપ ઝીણા સમારીને બાફેલા મિક્સ શાકભાજી (ગાજર , ફૂલકોબી અને ફણસી)

4 ટેબલસ્પૂન કોર્નફ્લોર

1 ટેબલસ્પૂન માખણ

1 1/2 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ

1 1/2 ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ

મીઠું અને તાજા કાળા મરીનું પાવડર (સ્વાદાનુસાર)

ચીલી ઇન વિનેગર

બનાવવાની રીત

એક નાના બાઉલમાં કોર્નફ્લોર સાથે 1/4 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરો અને ખાત્રી કરી લો કે કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી ગયું હોય, તે પછી તેને બાજુ પર રાખો.

હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

તે પછી તેમાં મીઠી મકાઇ, છૂંદેલી મીઠી મકાઇ અને મિક્સ શાકભાજી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ 1 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં 4 કપ પાણી, કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી 4 થી 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

ચીલી ઇન વિનેગર સાથે ગરમ-ગરમ પીરસો.

Post a comment

0 Comments