જે રાશિવાળાઓને સાડાસાતીની પનોતી શરૂ થઈ, તેઓ આજથી જ શરૂ કરી દે આ ઉપાય


જો તમારા રાશિમાં શનિદેવની સાડાસાતી કે ઢૈય્યા (Shani Transit 2020) શરૂ થઈ છે, તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. હકીકતમાં, શનિદેવે ગઈકાલે 24 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ અનેક રાશિઓ પર સાડાસાતી અને ઢૈયા શરૂ થયું છે. ન્યાયના દેવતા શનિવેદની આ દશામાં મોટાભાગના લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.

કપૂર ખાનદાનના વડવાઓના સપના રગદોળીને RK STUDIOની જગ્યાએ શું બનશે તેની થઈ જાહેરાત

શનિવેદ 24 જાન્યુઆરીના રોજ સવારે 9.35 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેના બાદ ધન, મકર, કુંભ રાશિ પર શનિની સાડા સાતી તેમજ તુલા અને મિથુન રાશિ પર ઢૈય્યા શરૂ થશે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિના રાશિ પરિવર્તનનો રાજકીય, સામાજિક, આર્થિક સ્થિતિઓ પર અસર થાય છે. તેઓને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેથી મનુષ્યોને તેઓ કર્મનું ફળ આપે છે. જે લોકો મહેનતથી કર્મ કરવામાં વિશ્વાસ રાખે છે, તેઓને સફળતા પ્રાપ્ત થશે. જો તમારી કુંડળીમાં શનિદેવ ક્રુર, નબળા કે તેમના દશા-મહાદશાની તમારા પર અસર થાય છે, તો તમારે નીચે જણાવેલા ઉપાય કરવા જોઈએ.

આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડીની પનોતી શરૂ થઈ, સર્જાશે મોટી ઉથલપાથલ

શનિવારે શનિવેદને તેલ અર્પિત કરો. તેલનો દીવો પ્રગટાવો. દશરત કૃત સ્ત્રોતનું પઠન કરો.

બજરંગ બાણ અને સુંદરકાંડનું પઠન કરો.

સિદ્ધ શનિ યંત્રને સરસવના તેલથી અભિષેક કરો.

યશાશક્તિ મુજબ ગરીબોની સેવા કરો

શનિ સ્ત્રોતનું પઠન કરો.

સમીના વૃક્ષની, સમીના લાકડાની પૂજા કરો.

પીપળાના વૃક્ષની પાસે દરેક શનિવારે સરસવના તેલથી દીવો પ્રગટાવો. વૃક્ષની આસપાસ દીવો પ્રગટાવો.

કાળા અડદનું દાન કરો. કાળા અડદને જળમાં પ્રવાહિત કરો.

શનિવેદના 10 નામોનું જપ 108 વાર કરો.

હનુમાનજીની પૂજા કરો. વાંદરાને ગોળ-ચણા ખવડાવો.


શનિવેદના આ મંત્ર જપો

ॐ शं शनैश्चराय नमः
ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः
ॐ शन्नो देविर्भिष्ठयः आपो भवन्तु पीतये। सय्योंरभीस्रवन्तुनः।

ઉપર મુજબના ઉપાયો કરવાથી તમારી સાડાસાતીની પનોતી થોડી હળવી થઈ શકે છે. જેથી તમને ઓછા કષ્ટોનો સામનો કરવો પડી શકે છે.

Post a comment

0 Comments