જાણો, 27/10/2019 ને સોમવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપ પોતાની અત્યારસુધીની તમામ સફળતાઓની બાબતમાં વિચારશો. રજાના દિવસે આપ પોતાના સગાસંબંધીઓ અને મિત્રોને મળવા પણ જઈ શકો છો. આજે આપ જે ચોપડી વાંચશો એનાથી આપને જ્ઞાન મળશે.

વૃષભ

આજે કારણ વગર આપના મનમાં ઉદાસ રહેશે. પરંતુ આપ ચિંતા નકરશો. આ ઉદાસ અવસ્થા પણ જલ્દી ખત્મ થઈ જશે. અત્યારે આપ ખૂબજ અસુરક્ષિત અનુભવો છો. પરંતુ ટૂંકમાંજ આપ પોતાની જીંદગીમાં સુરક્ષા અને સ્થિરતા મેળવશો. આ ડર જીંદગીની રાહમાં નાના મોટા ખાડાઓ જેવો છે.

મિથુન

આજે આપ સમજી નહી શકો કે શું કરવું. શાંતિથી બેસી જાવ અને વિચારો કે આપની આ મુંઝવણનું કારણ શું છે? જરૂર પડે તો કોઈ નજીકના મિત્રથી આ બાબતમા ખુલીને વાત કરો. એથી આપનું મગજ ખુલ્લું થશે.

કર્ક

આજે આખો દિવસ અસંતોષ જ રહેશે. ધીરજથી આ અસંતોષનું કારણ ગોતવાનો પ્રયાસ કરો. પોતાની સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. અંધકારથી ભરેલ આ સમય પણ પસાર થઈ જશે.

સિંહ

આજે કદાચ આપ ઘણી ચિંતામાં રહેશો. આપની ચિંતા દૂરકરવાને માટે પોતાના પરિવાર અને દોસ્તોની સાથે થોડાક સમય પસાર કરો. આપની આ ચિંતા કાયમી નથી. એ જલ્દીથી ખત્મ થઈ જશે. આજે આપનું વલણ પોતાના પ્રિયજનોની સાથે સમય વીતાવવા તરફ રહેશે.

કન્યા

આજે પોતાને વ્યવસ્થિત કરવાનો દિવસ છે. પોતાના બિલોને જુદા જુદા કરો અને કબાટોને સાફ કરો અને પોતાને માટે એક બજેટ નક્કી કરો આજે આપ પોતાના પ્રયાસોમાં સફળ થશો એનાથી આપને આવવાવાળા સમયમાં લાભ થશે. જો આ કામ આપ પોને નથી કરી શકતા તો આપ કોઈની મદદ પણ લઈ શકો છો.

તુલા

આપ કદાચ વધુ તનાવમાં છો અને આ બાબતમાં આપ પોતાના કોઈ દોસ્ત સાથે વાત કરવા ચાહો છો. વગર સંકોચે પોતાના નજીકના મિત્રને વાત કરો. પોતાના મનની વાત કરવાથી આપના મનનો બોજ હળવો થઈ જશે.

વૃશ્ચિક

આજબ અને ન કહી શકાય એવો ડર આજે આપને હેરાન કરી શકે છે. કોઈ કારણ વગર ડરવાની જરૂર નથી અને નકામા પરેશાન થશો પણ નહી આ ડરનું કોઈ કારણ નથી.

ધન

આજે આપ ખૂબ ખુશ રહેશો. આપની ખુશીઓમાં કોઈ અવરોધ નહી આવે. કદાચ આપને ખબર નથી કે આપનો રચનાત્મક વહેવાર આપના કામમાં દેખાઈ દેશે એનાથી આપની સાથે કામ કરનારાઓ પણ આપનાથી પ્રભાવિત થયા વિના રહેશે નહી. આપે આ વેળાએ સમયનો પુરો લાભ લઈને પોતાના બધા અધૂરા કામોને પુરા કરી લેવા જોઈએ.

મકર

આજે આપ આખો દિવસ ચિંતામાં પરેશાન કરેશો આ તનાવનું કારણ જે પણ હોય બસ આપ પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો. અને વધારે પરેશાન ન થશો. પરેશાનીઓ તો આવતી જતી રહે છે એનાથી બોધવાક લઈને આગળ વધવું જોઈએ.

કુંભ

આજે આપ પોતાના અધૂરા સપનોને લઈને થોડીક નિરાશા અનુભવશો. નિરાશામાં નકામો સમય ના બગાડશો. બલ્કે વિચારો કે આપ કેવી રીતે પોતાના સપનાને સાકાર કરી શકો છો જો આપ સાચી રીતે અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધશો તો આપ જરૂર સફળ થઈ જશો.

મીન

જ્યાંસુધી કિંમતી સામાનની વાત છે આપે સાવધ રહેવાની જરૂર છે. આજે કેટલાકે કિંમતી સામાન ખોવાઈ જવાના એંઘાણ છે. સારૂં છે કે આપ પોતાનું માનસિક સંતુલન જળવી રાખો અને પોતાને સુરક્ષિત રાખો.

Post a comment

0 Comments