જાણો, 25/10/2019 ને શનિવાર ના રાશિફળ વિશે


મેષ 

લાંબા સમયથી લટકેલો કોઈ કાનૂની મુદ્દો આજે આપની તરફેણમાં રહેશે. આ મુદ્દો આપને ખૂબજ હેરાન કરી રહ્યો. હવે આપની બધીજ સમસ્યાઓ ઉકલી જશે. અને જીંદગી સામાન્યરૂપે ચાલવા લાગશે. હવે આપ માનસિક અને ભાવનાત્મક રૂપે આગળ વધી શકો છો.

વૃષભ 

આજે આપ પોતાની મોટી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ શરૂ કરી દેશો. આ સમય માંદગી અને મુદ્દાઓને મન વગર ઉકેલવાનો કોઈ અર્થ નથી. આપે એને જડથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કામ જરા મુશ્કેલ છે પણ અસંતાવ નથી.

મિથુન 

આજે આપ શારીરિક અને માનસિક બંને પ્રકારે સ્વસ્થ રહેશો. ઘર હોય કે કામકાજનું સ્થળ આપનું આકર્ષક વ્યક્તિત્વ બધાને રિઝાવી દેશે. શારીરિક અને માનસિક આરોગ્યને કારણે આપનું ઉત્પાદન અને ગુણવત્તા બંને વધશે. આપ પુરો પ્રયત્ન કરજો કે આપ સમયસરજ પોતાનું કામ પુરૂં કરી લો.

કર્ક 

આજે આપ કોઈ હરિફાઈના મૂડમાં છો. જીંદગીના કેટલાક ક્ષેત્રોને માટે એ ઠીક પણ છે. પરંતુ ધ્યાનમાં રાખજો કે આ વધુ ઉગ્ર ન બનશો ખાસ કરીને પોતાના પરિવાની બાવતમાં. આજે આપે પોતાની ભાવનાઓને સંતુલિત રાખજો.

સિંહ 

આજે આપ કોઈ પણ રીતે કાનૂની મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવી લેશો. આપ કોઈ ઝઘડામાં ફસાઈ જશો એવા સંકેત છે. જો બની શકે તો આ ગંભીર મુદ્દા પર એનો ઉકેલ શાંતિપૂર્વક લાવવાની કોશીશ કરજો.

કન્યા 

આજે જીંદગી પ્રત્યેનું આપનું દૃષ્ટિબિંદુ પુરી રીતે બદલાઈ જશે. આજે આપ વહેવારિક અને તર્કસંમત વાતો તરફ આપનું વલણ બદલશો. કોઈ ખાસ અનુભવ આજે આપને બદલી દે જેના પરિણામરૂપે આજે આપને લાભ થશે. લોકો પણ આપના આ પરિવર્તનની સરાહના કરશે.

તુલા 

આજે પોતાના પરિવાર અને દોસ્તોની વાત સાંભળવાને બદલે પોતાના દિલની વાત સાંભવો. આપની અંતરની અવાજ આપને સાચી દિશા બતાવશે. યાદ રાખો કે આપ પોતાનેજ આટલી દૂર સુધી લાવ્યા છો. અને આપે સાચો નિર્ણય લેવાનો છે.

વૃશ્ચિક

આજે આપનો આત્મવિશ્વાસ સૌથી ઉપર હશે. દરેક ક્ષેત્રમાં આપની ઉત્પાદન ક્ષમતા સારી રહી છે. જેના માટે આપની ખૂબજ પ્રશાંસા પણ થઈ છે. આ રચનાત્મક ઉજાર્ અને ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ આપે કોઈ પણ ઉકલેલ સમસ્યાને ઉકલેવામાં કરવો જોઈએ. આજે આપ જરા આ સમસ્યાનો ઉકેલ લઈ આવશો.

ધન 

ધીરજ અને દૃઢ સંકલ્પ આજે આપની ઓળખ રહેશે. આપનો વિનમ્ર સ્વભાવ અને દૃઢતા બધાનું મન જીતી લેશે. અને કંઈ નહી તો આપને એક એવો મજબુત ઇંસાન બનાવી દેશે જે પ્રત્યેક પરિસ્થિતિને સ્હેલાઈથિ સંભાળી શકશે.

મકર 

કોઈ કાનૂની ફેસલો હવે આપની તરફેણમાં આવશે. હવે આપને પોતાના પ્રયાસોનું ફળ મળી જશે. બધુંજ ઠીક થઈ જશે. પરંતુ આપે પોતાના ગુસ્સાને કાબુમાં રાખવો પડશે. હવે ખુશીઓનો સમય આવી ગયો છે. હવેથી આ કાનૂની મુદ્દો આપને હેરાન નહી કરે.

કુંભ 

આપની વાત કરવાની કળા અને દૃઢ નિશ્ચય આજે આપને અનેક સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે. જ્યારે આપને સફળતા મળશે તો આપ જાણુ શકશો કે આ તત્વોનું આપના જીવનમાં કેટલું મહત્વ છે. આખરે આપને એજ મળી જશે જેની આપને જરૂર છે.

મીન 

આખરે હવે આપના વિચારોમાં સ્પષ્ટતા આવશે. તથા કેટલાક ગંભીર મુદ્દાઓ પર આપ સ્પષ્ટતાથી વિચાર કરી શકશો. દરેક સમસ્યાનું સમાધાન હવે આપને સાફ દેખવા લાગશે. આ સ્પષ્ટતાથી આપને સફળતા પણ મળી શકે છે.

Post a comment

0 Comments