પથરી કે ડાયાબિટીસના દર્દી માટે આ શાક ખાવું છે ખતરનાક


શિયાળામાં વિવિધ પ્રકારના શાકભાજી ભરપૂર મળે છે. આ શાક ખાવા સ્વાસ્થ્ય માટે લાભકારી પણ સાબિત થાય છે. પરંતુ કેટલાક શાક એવા પણ છે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે. ખાસ કરીને ડાયાબીટસ અને પથરી હોય તેમના માટે આ શાક ખાવું સ્વાસ્થ્યવર્ધક નહીં સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આ શાક છે ફ્લાવર... આમ તો ફ્લાવર અનેક ગુણથી ભરપુર છે પરંતુ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ દરમિયાન તેનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે.

પથરીના દર્દી

ફ્લાવરમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે. જે ગોલ બ્લેડર કે કિડનીમાં પથરી હોવાની સમસ્યાને વધારે છે. તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા વધી જાય છે અને તેના કારણે પથરીનો દુખાવો વધવાની શક્યતા હોય છે.

ડાયાબિટીસ

તેમાં યૂરિક વધારે પ્રમાણમાં હોય છે તેના કારણે તેનું સેવન જો યૂરિક એસિડના દર્દી કે ડાયાબિટીસના દર્દી કરે તો તેમના શરીરમાં યૂરિક એસિડ ઝડપથી બને છે અને શરીરમાં શુગરનું પ્રમાણમાં વધઘટ થઈ જાય છે.

Post a comment

0 Comments