ઇલેક્ટ્રિક સ્કૂટર Benling Aura ભારતમાં થયું લોન્ચ, ગજબનું છે આ ખાસ ફીચર, જાણો કિંમત


ચીનની ઇલેક્ટ્રોનિક ટુ-વ્હીલર નિર્માતા કંપની અને ભારતીય એકમ બેનીલિંગ ઇન્ડિયા એનર્જી એન્ડ ટેક્નોલોજી પ્રા.લિ.(Benling India Energy And Technology Pvt. Ltd.) એ ભારતમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric Scooter) Aura (ઓરા) લોન્ચ કર્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને લગભગ એક મહિના પહેલા દિલ્હી ખાતે EV Expo માં લોન્ચ કરવામાં આવ્યું હતું. બેંગલુરુ ખાતે ઓરાની ઓન રોડ કિંમત 99 હજાર રૂપિયા બતાવવામાં આવી રહી છે.

આવા છે ફીચર્સ:

મીડિયા રિપોર્ટ મુજબ આ ઇલેક્ટ્રોક સ્કૂટરમાં 2500 BLDC ઇલેક્ટ્રિક મોટર અને 72V/40Ah ડિટેચેબલ લીથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. ઓરા સિંગલ ચાર્જ પર 120 કિમી મુસાફરી કરી શકે છે. જ્યારે ડિટેચેબલ બેટરીને ચાર્જ કરવા માટે માત્ર 4 કલાકનો સમય લાગે છે. સ્કૂટરની મેક્સિમમ સ્પીડ 60 કિમી પ્રતિ કલાક છે. ઉપરાંત સ્કૂટર રિમોટ કિ-લેસ સિસ્ટમથી લેસ છે. આ સ્કૂટરમાં યુએસબી ચાર્જિંગ, એન્ટી થેફ્ટ એલાર્મ, એડિશનલ રિયર વીલ એન્ટિગ્રેટેડ લોકિંગ સિસ્ટમ અને રિવર્સ પાર્કિંગ અસિસ્ટેન્ટ આપવામાં આવ્યું છે.

સ્કૂટરમાં એક અનોખું ફીચર્સ પણ છે:

ઉપરાંત આ સ્કૂટરમાં એક અનોખું ફીચર્સ પણ છે. રિપોર્ટ પ્રમાણે આ સ્કૂટરમાં Breakdown Smart Assistance System (BSAS), આપવામાં આવ્યું છે. જે હેઠળ એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ટેક્નોલોજી કોઈ પણ ખરાબી હોવા છતા સ્કૂટરને ફરીથી ચાલુ કરી શકે છે અને સ્કૂટર ચાલતુ રહે છે. કંપનીએ કહ્યું કે Electric Scooter Aura ને ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

Post a comment

0 Comments