શરીર પર ટાંકા કે ઇજાના કોઇ નિશાન પડ્યા હોય તો એને આવી રીતે કરો દૂર


બાળપણમાં રમતા કે કોઈ બીજી દુર્ઘટનામાં ઈજા લાગવાના કારણ શરીર પર નિશાન રહી જાય છે. જો આ નિશાન ફેસ પર હોય તો એ જોવાવવામાં પણ બહુ ખરાબ લાગે છે. તે સિવાય ઘણી વાર ઓપરેશનના કારણે શરીર પર નિશાન બની જાય છે. લોકો આ નિશાનને દૂર કરવા જાત જાતના કોસ્મેટિકનો ઉપયોગ કરે છે. તેમ છતાં દૂર થતા નથી. આજે અમે તમને કેટલાક ઘરેલૂ ઉપાય માટે જણાવવા જઇ રહ્યા છીએ.

રમતા કે કોઈ બીજી દુર્ઘટનામાં ઈજા લાગવાના કારણ શરીર પર નિશાન રહી જાય છે. રાત્રે તેનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે. બેકિંગ સોડાથી તમે એક જ અઠવાડિયામાં ડાઘથી છુટકારો મેળવી શકો છો.

મધ

જો તમે કોઈ પણ રીતના ડાઘથી પરેશાન છો તો મધ સૌથી જૂનો ઉપચાર છે. ડાઘથી રાહત મેળવા માટે તમે આર્ગેનિક મધ જ ખરીદવું. તેમાં ઓટમીલ અને પાણે મિક્સ કરી પેક તૈયાર કરી લો. હવે આ પેકને નિશાન વાળી જગ્યા પર લગાવો.

એલોવેરા

એલોવેરા જેલ આમ તો ફેસ માટે બહુ લાભકારી છે. એલોવેરા જેલને ડાઘ પર લગાવો. રાત્રે તેનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે.

કોકો બટર

કોઈ પણ રીતના નિશાન મટાવવા માટે કોકો બટર પણ ખૂન કારગર ઉપાય છે. તેને લગાવવાથી તમારી સ્કિન નરમ થઈ જશે અને સાથે જ આ તમારી સ્કિન પર કોલોજનને વધારવાથી રોકશે. દિવસમાં ત્રણ વાર કોકો બટરથી ડાઘ વાળી જગ્યા પર મસાજ કરો.

બેકિંગ સોડા

બેકિંગ સોડાથી તમે એક જ અઠવાડિયામાં ડાઘથી છુટકારો મેળવી શકો છો. તેને લગાવવા માટે એક ચમચી બેકિંગ સોડામાં ત્રણ ચમચી પાણી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. તેને તમે થોડા મિનિટ નિશાન પર લગાવીને ધીમે-ધીમે મસાજ કરો અને પછી હૂંફાણા પાણીથી ધોઈ લો.

ડુંગળી

ડુંગળીના રસને રૂ ની મદદથી ડાઘ પર લગાવો. તમે તેને દિવસમાં ઘણી વાર અપ્લાઈ કરી શકો છો. ડુંગળીનો રસ સોજા અને બળતરા ઓછું કરવામાં પણ ખૂબ મદદ કરે છે.

કાકડી

જો તમે ઈજાના નિશાનથી એક અઠવાડિયામાં રાહત મેળવા ઈચ્છો છો તો આ ડાઘ પર ખીરા કાકડીનો રસ કે ફેસપેક લગાવો. તેનાથી નિશાન લાઈટ થશે.

Post a comment

0 Comments