ભગવાન શંકરને પ્રસન્ન કરવા સોમવારના દિવસે કરો આ કામ, દૂર થશે તમામ સંકટ


ભગવાન શંકર દેવોના દેવ છે. સોમવારના દિવસે ભગવાન શંકરની પૂજાથી ફાયદો થાય છે. ભગવાન શંકર જીવનને દોષ મુક્ત બનાવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર સપ્તાહનનો દરેક દિવસ કોઇને કોઇ દેવતાથી જોડાયેલો માનવામાં આવે છે. વિવિધ દિવસોના હિસાબથી પૂજા પાઠ કરીને અમે ભગવાનની કૃપા મેળવવામાં સહાયતા મળે છે. તો બીજી બાજુ ભગવાન શંકરની પૂજા માટે સપ્તાહમાં સોમવારના દિવસે સૌથી વધારે લાભ થાય છે.

સોમવારે ભગવાન શંકરની ભક્તિ, વ્રત જે પણ કાર્ય કરો નિયમથી કરો કારણ કે એમની પૂજામાં નિયમોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ હોય છે.

સોમવારના દિવસે ચંદ્રની પૂજા કરવાથી ભગવાન શંકરને પ્રસન્ન કરી શકાય છે. ધાર્મિક તરીકે ચંદ્રની પૂજાનું ખાસ મહત્વ ગણાય છે.

પ્રાચીન કાળથી ચાલી રહેલી ધાર્મિક આસ્થા આ વતાને મહત્વપૂર્ણ જણાવે છે કે સોમવારના દિવસે શિવજીની પૂજા કરવાથી જરૂરથી ફાયદો મળે છે.

કહેવાય છે કે તમામ દેવતાઓમાં ભગવાન શંકર જ એવા દેવ છે જે પોતાના ભક્તોની પૂજાથી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે.

અપરણિત છોકરીઓ માટે સોમવારના દિવસે ભગવાન શંકરનું વ્રત રાખવા અને એમની પૂજા કરવી લાભકારી કહેવાય છે.

શિવલિંગની પૂજાથી તમામ પરેશાનીઓ અને રોગોનો અંત આવે છે અને નિરંતર કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે છે.

શિવ જી ની દૂધ અને ગંગા જળથી અભિષેક કરવો જોઇએ અને એમના મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરવો જોઇએ.

જો તમે સોમવાર કરો છો તો દિવસમાં માત્ર એક સમય જ ભોજન કરો અને ભોજન પહેલા ભગવાન શંકરને ભોગ જરૂરથી ચઢાવો.

Post a comment

0 Comments