મહેંદીમાં ઉમેરો આ એક વસ્તુ, બમણી ઝડપે તમારા વાળ થશે લાંબા અને સિલ્કી


મહિલાઓ સૌથી વધારે ધ્યાન તેમના વાળનું રાખે છે. કારણકે તે તેમના વાળને સુંદરતાથી જોડે છે. એવું માનવામાં આવે છે કે વાળના કારણે સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જ્યારે બીજી તરફ સફેદ વાળના કારણે મહિલાઓ પરેશાન રહે છે. એવામા ઘણા લોકો મહેંદી , ડાઇ લગાવે છે. પરંતુ અન્ય કેટલીક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા પર તેની આડ અસર થઇ શકે છે. તો મહેંદી બેસ્ટ ઓપ્શન છે.

સફેદ વાળને કલર કે કન્ડિશનિંગ કર્યા બાદ મહેંદીનો ઉપયોગ કરી શકે છો. પરંતુ મહેંદી લગાવવા માટે તમને યોગ્ય રીતે ખબર હોવી જોઇએ. જો તમારા વાળ ડ્રાય છે તો મહેંદી લગાવવાથી આ સમસ્યા દૂર થઇ શકે છે. પરંતુ તેમા એક વસ્તુ મિક્સ કરવાની જરૂર છે. જે વાળને પોષણ આપવાની સાથે ડ્રાય અને બરછટ વાળની સમસ્યા દૂર કરે છે. જોકે, ઇંડાનો ઉપયોગ કરવા પર તે પોષણ આપે છે.

ઇંડામાં પ્રોટીન, સિલિકોન, સલ્ફર, વિટામીન ડી અને ઇ હોય છે. જે તમારા વાળને પોષણ આપે છે.ઇંડા વાળને મુલાયમ બનાવે છે. ખાસકરીને ડ્રાય હેર હોય તે લોકો માટે ફાયદાકારક હોય છે. ઇંડાનો પીળો ભાગ વાળને મજબૂત બનાવે છે. તો મહેંદીમાં ઇંડાનો પીળો અને સફેદ ભાગ ઉમેરીને એક મિશ્રણ બનાવી લો તે બાદ તેને વાળમાં લગાવી લો. તમને વધારે પ્રમાણમાં ફાયદો થશે.

તે સિવાય તમે મહેંદીમાં કોફી મિક્સ કરી લેવાથી પણ સારો રંગ આવે છે. તેને તમે પાવડર કે લિક્વિડ બન્ને રીતે ઉપયોગ કરી શકો છો. તે વાળમાં કલર કરવાથી અને સફેદ વાળ છુપાવવામાં મદદ કરે છે. લિક્વિડ તરીકે ઉપયોગ કરવા માટે થોડાક પાણીમાં કોફી ઉમેરીને ઉકાળી લો, ઠંડુ થયા બાદ તે પાણીને મહેંદી પાવડરમાં ઉમેરી લો. તે બાદ તેને લગાવી લો.

Post a comment

0 Comments