370 અને રામ મંદિર બાદ હવે મોદી સરકારની નજર છે આ કાયદા પર


જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા અને રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારનો નવો એજન્ડા કોમન સિવિલ કોડ હોય શકે છે. રક્ષામંત્રી રાજનાથ સિહે આજે તેના સંકેત આપ્યા છે. દેહરાદૂનમાં પત્રકારો સાથેની વાતચીતમાં એક સવાલના જવાબમાં રક્ષામંત્રીએ જણાવ્યું કે, હવે કોમન સિવિલ કોડનો પણ સમય આવી ગયો છે. ભાજપ જે કહે છે તે કરે છે. કથની અન કરનીમાં કોઈ અંતર નથી.

ઉલ્લેખનિય છે કે, શનિવારે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો. કોર્ટે વિવાદિત જમીન પર સરકાર તરફથી ગઠિત ન્યાસની દેખરેખમાં રામમંદિર બનાવવા કહ્યું છે અને સાથે જ કહ્યું કે, અયોધ્યામાં જ મસ્જીદ માટે પાંચ એકર જમીન ફાળવવામાં આવે.

મુખ્ય ન્યાયધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેચે ભારતીય ઈતિહાસની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ આ વ્યવસ્થાની સાથે લગભગ 130 વર્ષથી ચાલી આવતા આ સંવેદનશીલ વિવાદનો નિર્ણય આપ્યો છે. જે બાદ હવે મોદી સરકારનો નવો એજન્ડા કોમન સિવિલ કોડ હોવાના સંકેત મળી રહ્યાં છે.

Post a comment

0 Comments