દુનિયાના આ દેશો પાસે સોનાના અખૂટ ભંડાર, જાણો Top-10મા ભારત કયા નંબરે


- ભારત સોનાના ભંડારમાં સત વધારો કરી રહ્યું છે જેથી ટોપ-10 દેશોની યાદીમાં સામેલ

- બીજા નંબરે જર્મની આવે છે તેની પાસે હાલમાં 3,367.95 ટન સોનાનો ભંડાર ધરબાયેલો છે


વૈશ્વિક મંદીની આશંકાને પગલે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેનું એક મોટું કારણ સરકારો દ્વારા સોનામાં વધી રહેલું રોકાણ છે. ભારતે પણ તેના સોનાના ભંડારમાં સત વધારો કરી રહ્યો છે જેને કારણે સૌથી વધારે સોનાનો ભંડાર વાળા ટોપ-10 દેશોની યાદીમાં સામેલ છે.


હાલમાં સૌથી વધારે સોનાનો ભંડાર અમેરિકા પાસે છે. અમેરિકા પાસે 8,133.53 ટન ભંડાર છે. ત્યાર બાદ બીજા નંબરે જર્મની આવે છે તેની પાસે હાલમાં 3,367.95 ટન સોનાનો ભંડાર ધરબાયેલો છે. 2,451 ટન ભંડાર સાથે ઇટાલીનો ત્રીજો નંબર છે. ત્યાર બાદ ચોથા નંબરે ફ્રાન્સ આવે છે. ફ્રાન્સ પાસે 2,436.06 ટન સોનું છે.


રશિયા પાસે 2,207.01 ટન, ચીન પાસે 1,916.29 ટન, સ્વિટ્ઝરલેન્ડ પાસે 1,040.01 ટન, જાપાન પાસે 765.22 ટન, ભારત પાસે 618.17 ટન, નેધરલેન્ડ પાસે 612.46 ટન સોનાનો ભંડાર છે. ઇટાલીની સેન્ટ્રલ બેન્કે ગત વર્ષે કહ્યું હતું કે, દેશની ઇકોનોમીમાં સ્થિરતા લાવવા માટે બેન્કો પાસે સોનાનો મોટો ભંડાર હોવો જરૂરી છે.

Post a comment

0 Comments