SBI ના ગ્રાહકો માટે મહત્વના સમાચારો, લોન લેવાનું વિચારી રહ્યા છો તો વાંચી લો


દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા હોમ લોન લેનારાની સાથે સાથે ટૉપ-અપ પ્લાન અને કોર્પોરેટ્સ-બિલ્ડર્સને આપનારી લોન માટે પ્રોસેસિંગ ફી વસૂલશે. બેંકનો આ નિર્ણય રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ની તરફથી રેપો રેટ ઓછો કર્યા પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યા પછી લેવામાં આવ્યો છે.

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મહત્વના સમાચારો

લોન પર લેવામાં આવશે પ્રોસેસિંગ ફી

રેપો રેટ સાથે લિંક કરવામાં આવ્યા વ્યાજ દર

SBI ની તરફથી જારી કરવામાં આવેલા આંતરિક સર્કુલર અનુસાર, 31 ડિસેમ્બર 2019 સુધીની લોન પ્રસ્તાવો માટે તહેવારોના સમયગાળા દરમિયાન રજૂ કરાયેલી કન્સોલિડેટેડ પ્રોસેસિંગ ફીઝની છૂટ પરત લેવામાં આવી છે. SBI એ આગળ કહ્યુ કે, ''હવે 15 ઓક્ટોબર 2019 સુધીના પ્રસ્તાવો માટે જ કન્સોલિડેટેડ પ્રોસેસિંગ ફીઝની છૂટ જારી રાખવામાં આવશે.''


તમને જણાવી દઇએ કે, 1 જૂલાઇ 2019થી SBI એ વ્યાજ દરને બેંચમાર્ક રેપો રેટ સાથે જોડી દીધો છે. આ પહેલા બજારમાં SBI નો દર સૌથી ઓછો હતો. રેપો રેટ સાથે લિંક કર્યા પછી આ દરમાં વધારે ઘટાડો થયો છે.

1 જૂલાઇથી SBI એ એક સોફ્ટવેર લોન્ચ કર્યા જેથી ડાયનામિક મૂવિંગ રેટ જાતે જ હોમ લોન સાથે જોડાઇ જાય. પરંતુ 1 ઓગસ્ટ 2019 સુધી તેણે પરત લઇ લેવામાં આવ્યુ. આંતરિક ચર્ચા પછી નિર્ણય લેવામાં આવ્યો કે, ઓછા વ્યાજ દરની કમાણી માટે અન્ય શુલ્ક લગાવવામાં આવે.


દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને ઝટકો આપતા સેવિંગ બેંક ડિપોઝિટના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. SBIએ અત્યાર સુધીમાં સેવિંગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી જમા રાખનારા લોકોને 3.50 %ના હિસાબે વ્યાજ આપતી હતી.


જે હવે 3.25 % મળશે.SBIએ રિટેલ ડિપોઝિટ પર 0.10 % અને બલ્ક ડિપોઝિટ પર 0.30 % વ્યાજ દર ઘટાડ્યો છે. નવા દર 1 નવેમ્બર 2019થી લાગૂ થશે. ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ વ્યાજ દર 10 ઓક્ટોબરથી લાગૂ થઇ ગયા.

Post a comment

0 Comments