આખો KBC શો આ શખ્સનાં ઈશારે ચાલતો હોય! બીગ બીને પણ એ કહે એટલું જ બોલવાનું


KBC એટલે દરેક શહેર અને ગામડામાં પણ જોવાતો લોકપ્રિય શો. તેની 11મી સિઝનમાં હાલમાં શરૂ છે અને શોને આ સિઝનનાં કુલ 3 કરોડપતિ સ્પર્ધકો મળી ગયા છે. શો વિશેનાં કોઈ અને કોઈ નવા ખુલાસા થતાં રહે છે.

હાલમાં શોમાં આપવામાં આવતો ચેક અને ઓનલાઈન ટ્રાજ્કેશન ફેક હોવાનો ખુલાસો થયો હતો. એ જ રીતે એક બીજી વાત હાલમાં ચર્ચામાં છે કે જે આમ જનતા નહીં જાણતી હોય.


લોકોને એમ થતું હશે કે આ શો અમિતાભનાં ઈશારે કે પછી એનાં સંચાલન હેઠળ ચાલતો હશે. પરંતુ એવું જરાય નથી. આ શો પાછળનો અસલી માસ્ટર માઈન્ડ કોઈ અલગ અને એક ખાસ વ્યક્તિ છે. તમને નહીં ખબર હોય પણ 'કૌન બનેગા કરોડપતિ' શો પાછળ તેના નિર્દેશક અરુણ શેષકુમારનું માઈન્ડ છે. અરુણે પોતાના કરિયરમાં ઘણા હિટ શો આપ્યા છે. રિયાલિટી શોને હિટ કરવામાં અરૂણની ફાવટ છે.


અરુણે આ પહેલા 'સત્યમેવ જયતે', 'સચ કા સામના', 'ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ', 'નચ બલિયે' અને 'ઝલક દિખલા જા' જેવા અનેક હિટ શોમાં કામ કર્યું છે. કેબીસી પાછળ પણ ટોટલી અરુણનું જ માઈન્ડ રહેલું છે. હા એ વાત અલગ છે કે, 'કૌન બનેગા કરોડપતિ' શો અમિતાભના દિલની ખૂબ નજીક છે અને તે મેકિંગ સુધીની દરેક બાબત પર ધ્યાન પણ આપે છે.


KBC વિશે અરુણે જણાવ્યું હતું કે, અમિતાભ માત્ર શો હોસ્ટ નથી કરતા પરંતુ તે મેકિંગમાં પણ સંપૂર્ણ રીતે શામેલ થાય છે. કેબીસીનાં ટીમને તે મળે છે અને દરેક વસ્તુની ઓન એયર કરતાં પહેલા પ્રેક્ટિસ પણ કરે છે. અરૂણે આગળ જણાવ્યું કે હું ઈન્ડસ્ટ્રીમાં 19 વર્ષથી કામ કરૂ છું અને કેટલાંય હિટ શો કર્યા છે. પરંતુ જ્યારે પણ કેબીસીના સેટ પર આવું છું તો અંદરથી નર્વસ થવા લાગું છું. આટલા અનુભવ પછી આવું થવું ન જોઈએ છતાં પણ થાય છે એ પણ એક શાનદાર ફિલિંગ છે.

Post a comment

0 Comments