હું KBC 11માંથી બોલું છું, તમને લાગી આટલા લાખ રૂપિયાની લોટરી, બચ્ચનને મળાવીશું, પછી.


ઉત્તરપ્રદેશના નોઇડામાં કૌન બનેગા કરોડપતિ શોના નામ પર છેતરપિંડી કરવાનો કેસ સામે આવ્યો છે. જ્યારે એક વ્યક્તિ એક મહિલાને કૉલ કરીને કહ્યું કે તમે કોન બનેગા કરોડપતિ દરરોજ ફોન પર રમો છો આથી તમને 35 લાખ રૂપિયાની લોટરી લાગી ગઇ છે.

આવી રીતે લૂંટાયા

જો કે વાત એમ છે કે એક વ્યક્તિએ નોઇડાની એક મહિલાને કોલ કરી કહ્યું કે હું કૌન બનેગા કરોડપતિ શોમાંથી બોલી રહ્યો છું અને દરરોજ ફોન પર આ શોમાં તમે રમો છો આથી તમને 35 લાખ રૂપિયાની લોટરી લાગી છે. જો રકમ જોઇતી હોય તો તમારા દસ્તાવેજની ફોટો કોપી વોટ્સએપ કરી દો. સાથો સાથ 61000 બેન્ક ખાતામાં નંખાવી દો. મહિલાએ ઉત્સાહી થઇ 61000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા.


મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચનને મળવા માટે 51000ની માંગ

જ્યારે ફરી ફોન આવ્યો તો મહિલાને શંકા ગઇ. ફોન કરનારાઓએ કહ્યું કે અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણીને મળવું હોય તો તેના માટે બીજા 51000 રૂપિયાની માંગણી કરી. મહિલાને છેતરાયાનો અહેસાસ થયો અને તેણે નોઇડા સેકટર-39 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. મહિલા મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાની રહેવાસી હતી.

દેશનો સૌથી લોકપ્રિય શો

આપને જણાવી દઇએ કે કોન બનેગા કરોડપતિ સોની ટીવી પર આવનાર સૌથી લોકપ્રિય શો છે. આ વર્ષે પોતાની 11મી સીઝનને પૂરું કરવા જઇ રહ્યું છે. આ એક ક્વિઝ શો છે. આ શોમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીને 10 કરોડ રૂપિયા સુધીનું ઇનામ અપાય છે. આ શોનું સંચાલન અમિતાભ બચ્ચન કરે છે. આ શોના નામ પર છેતરપિંડી થયાનો આ મામલો પહેલો નથી. આની પહેલાં પણ આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે.

Post a comment

0 Comments