Jioની દિવાળી ઓફર, માત્ર રૂ. 699માં મેળવો જિયોફોન


અગ્રણી મોબાઇલ અને ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ સ્પેશિયલ દિવાળી ઓફરની શરૂઆત કરી છે. જેમાં ગ્રાહકોને માત્ર રૂ.699માં જિયોફોન ખરીદવાની તક મળશે. આ ઓફરમાં જૂનો ફોન એક્સચેન્જ કરવાની જરૂર નથી અને મર્યાદિત ગાળાની ઓફર દશેરાથી દિવાળી સુધી ચાલશે.

જિયોએ તમામ ભારતીયોનું ટોટલ ડિજિટલ ઇન્ક્લૂઝન કરવા વધુ એક મોટું પગલું લીધું છે. આજે જિઓએ જિયોફોન દિવાલી 2019 ઓફર નામની સ્પેશ્યલ વન-ટાઇમ ઓફર રજૂ કરી હતી.


દશેરાથી દિવાળી સુધી ચાલશે ઓફર

દશેરા અને દિવાળીનાં તહેવારોની સિઝન દરમિયાન જિયો ફક્ત રૂ. 699ની સ્પેશ્યલ કિંમતે જિયોફોન ઉપલબ્ધ કરાવશે, જેની કિંમત અત્યારે રૂ. 1500 છે. આમ રૂ. 800ની સ્પષ્ટ બચત છે, જેમાં કોઈ વિશેષ શરતો નથી, જેમ કે તમારાં જૂનાં ફોન સામે એક્સચેન્જ વગેરે.


ભારતીયો દ્વારા, ભારતીયો માટે ભારતમાં બનેલો ફોન એટલે 'Jio'

જિયો સ્માર્ટફોન એકમાત્ર સ્માર્ટફોન છે, જે ભારતમાં, ભારતીયો દ્વારા, ભારતીયો માટે અને ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ સાથે બને છે! રૂ.1,500ની કિંમતે જિયોફોન બજારમાં ઉપલબ્ધ સસ્તામાં સસ્તાં સ્માર્ટફોનની કિંમતથી 25 ટકા ઓછી કિંમતે મળે છે.


આ કિંમત બજારમાં હાલનાં 2G ફિચર ફોનથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. આ રીતે ફિચર ફોન યુઝર્સને 4G સર્વિસમાં અપગ્રેડ થવાનો અંતિમ અવરોધ પણ હવે દૂર થયો છે.


જિયોફોન પ્લેટફોર્મ ઉપર 7 કરોડ યુઝર્સ

એનાં લોંચ પછી અત્યાર સુધી આશરે 7 કરોડ 2G યુઝર્સને જિયોફોન પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા છે, જેમને પહેલીવાર ડિજિટલ સેવાઓની વિસ્તૃત રેન્જ મળી છે. એટલું જ નહીં ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન હજુ પણ સાકાર થવાનું બાકી છે.


આ કારણે હજુ 2 G નેટવર્ક ધરાવતાં 35 કરોડ ભારતીયો પાસે સ્માર્ટફોન નથી. તેઓ આપણાં દેશનાં સૌથી વંચિત લોકોમાં સામેલ છે, જેઓ માટે જિયોફોનની ઓછી કિંમત પણ વાજબી નથી. આ 35 કરોડ 2G યુઝર્સ પાસે અત્યારે મુશ્કેલ પસંદગી છે, જેમને ડેટા સર્વિસીસ છોડવી પડશે અથવા નબળી ગુણવત્તાયુક્ત 2G ડેટા માટે વધારે ડેટા રેટ ચુકવવો પડે છે. તેમને ન તો ફ્રી વોઇસ કોલનો લાભ મળે છે, ન તેઓ ઇન્ટરનેટની સુવિધા મેળવી શકે છે.

ગ્રાહકોને મળશે આ ફાયદાઓ...

દિવાળી 2019 ઓફર દ્વારા જિયોફોનમાં સામેલ થયેલા ગ્રાહકો માટે જિયો રૂ. 700ની કિંમતે ડેટા બેનિફિટ ઓફર કરશે. પ્રથમ 7 રિચાર્જ પર જિયો રૂ. 99નો વધારાનો ડેટા ઉમેરશે.


રૂ. 700નો આ વધારાનો ડેટા જિયોફોનનાં યુઝર્સને મનોરંજન, પેમેન્ટ, ઇ-કોમર્સ, શિક્ષણ, લર્નિંગ, ટ્રેન અને બસ બુકિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્સ વગેરેની દુનિયામાં લઈ જશે.

જિયોફોન પર આ રૂ. 800ની બચત અને રૂ. 700નો ડેટા એમ દરેક જિયોફોન પર રૂ. 1,500નો મોટો લાભ. આ રૂ. 1500નો લાભ જિયોની ડિજિટલ ઇન્ડિયાને આગળ વધારવા માટેની દિવાળી ગિફ્ટ છે.

Post a comment

0 Comments