પ્લાસ્ટિકની બોટલનો વિકલ્પ હવે મળી ગયો, સરકારે લોન્ચ કરી આ વિશેષ બોટલ


પ્લાસ્ટિકની બોટલનો વિકલ્પ હવે મળી ગયો છે. એમ.એસ.એમ.ઇ. મંત્રાલય હેઠળ કાર્યરત ખાદી ગ્રામોદ્યોગ આયોગે બાંસની બોટલની રચના કરી છે. આ બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 એમએલની હશે. આ બોટલોની કિંમત રૂપિયા 300 થી શરૂ થાય છે.

આ બોટલ પર્યાવરણને અનુકુળ થવાની સાથે સાથે ટકાઉ પણ છે. એક અક્ટોબરે કેન્દ્રીય એમ.એસ.એમ.ઇ. મંત્રી નિતિન ગડકરીએ આ વાંસની બોટલ લોન્ચ કરી છે. તેમજ આજથી એટલે કે બે અક્ટોબરથી ખાદી સ્ટોરમાં આ બોટલના વેચણની શરૂઆત કરવામાં આવી છે.


રાજ્યના દરેક જિલ્લામાં ગ્રામોદ્યોગનો એક સ્ટોર હોય છે. આ સ્ટોર ઉપર જઈને તમે વાંસની બોટલ, ગાયના ગોબરથી બનેલ સાબુ વગેરે ચીજો ખરીદી શકો છો. ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ કહ્યું હતું કે પ્લાસ્ટિક બોટલના બદલે લોન્ચ કરવામાં આવેલ વાંસની બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 એમએલ છે. જેની શરુઆતની કિંમત 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બોટલ પર્યાવરણ માટે અનુકુળ છે અને ટકાઉ પણ છે.


ઉલ્લેખનિય છે કે બે અક્ટોબરના દિવસે ગાંધી જંયતીના અવસર પર સિંગલ યુજ પ્લાસ્ટિકના ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ત્યારે આ બોટલ બધા માટે એક સારો ઉપાય સાબિત થશે. દેશમાં પ્લાસ્ટિકની બોટલના સ્થાને બજારમાં જલ્દી વાંસની બોટલ આવવાની છે. ખાદી ગ્રામોદ્યોગ આયોગે ગાંધી જયંતિ પહેલા વાંસની આ બોટલને લોન્ચ કરી દીધી છે.


સોલર ચરખાથી બનેલ, ગોબરથી બનેલ સાબુ અને શેમ્પુ, સરસો તેલ સહિત ઘણા ઉત્પાદ લોન્ચ કર્યા હતા. 2 ઑક્ટોબરના દિવસે દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર ખાદીના ઉત્પાદનો ઉપર ઘણી છુટ મળશે. આ સાથે સરકારે જાહેરાત કરી છે કે ખાદી ગ્રામોદ્યોગ આયોગ હવે રોજગાર પણ આપશે.

ખાદી ગ્રામોદ્યોગે ગાયના મુત્ર અને ગોબરમાંથી સાબુ બનાવ્યો છે. આ વિશે વિનય કુમાર સક્સેનાએ કહ્યું હતું કે આ બધા ટેસ્ટમાં સફળ રહ્યો છે. આ ત્વચા માટે ઘણો લાભદાયી છે. આ સિવાય ખાદી ગ્રામોદ્યોગના બધા સ્ટોર પર ઘણા પ્રોડક્ટસ ભારે ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યા છે. વાંસની બોટલની કિંમત 560 રુપિયા અને 125 ગ્રામ સાબુની કિંમત 125 રુપિયા છે.

Post a comment

0 Comments