સરકાર નવો નિયમ વાહનોની નંબર પ્લેટ પર આ ચમકીલી ટેપ ફરજીયાત બનશે


કેન્દ્ર સરકાર ઓટો રિક્ષા, ઈ-રીક્ષા, ઈ- કાર્ટ, ત્રણ પૈડાના તથા ટ્રેકટર ટ્રોલી સહિતના વાહનોમાં રેટ્રો રીફલેટીવ (ચમકતી) ટેપ લગાડવાનુ ફરજીયાત કરશે. વાહનની આગળ અને પાછળ એક ખાસ પ્રકાર અને આકારની ટેપ લગાડવી જરૂરી બનશે.


જેનાથી અંધારામાં પ્રકાશ પડતા જ તે વાહન દેખાઇ શકશે. ટેપ નહિ લગાડનાર વાહન માલિક પર દંડ કરવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં અથવા વાહનોને ફીટનેસ સર્ટિફીકેટ ન આપવાનો પણ નિર્ણય થઇ શકે છે. રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલય વાહનોમાં રેટ્રો રિફલેકટીવ ટેપ સંબંધી અધિ સુચના આ અઠવાડીયે જાહેર કરશે. '


મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે રોડ સેફટી મજબુત બનાવવા માટે આ પગલુ મહત્વપુર્ણ સાબિત થશે. હાલમાં ઈ-રીક્ષા, ઈકાર્ટ, ત્રણ પૈડાના વાહનો , ટ્રેકટર ટ્રોલીમાં રેટ્રો રીફલેકટીવ ટેપ નથી લગાવાતી પણ અધિસુચના બહાર પડ્યા પછી તે કાયદાનુ રૂપ લઇ લેશે.


જેના લીધે ટેપ નહી લગાડવા માટે ભારે દંડ ભરવો પડશે. તેમણે જણાવ્યુ કે મંત્રાલયે આ બાબતે પહેલી ઓગષ્ટે પ્રારૂપ અધિસુચના જાહેર કરી હતી. નવા નિયમના ઈ-રીક્ષા, ઈ-કાર્ટ, અને ત્રણ પૈડાના વાહનોમાં આગળ સફેદ અને પાછળ લાલ રંગની રેટ્રો રીફલેકટીવ ઓછી ન હોવી જોઇએ.


ઈ-રીક્ષા મેકસીમમ ઝડપ ૨૫ કલોમીટર પ્રતિ કલાક પર દોડતી હોય ત્યારે ૫૦ મીટર દુરથી દેખાવી જોઇએ. અલગ અલગ પ્રકારના કનિદૈ લાકિઅ વાહનો માટે ટેપનો રંગ અને આકાર અલગ હશે.

Post a comment

0 Comments