તારક મહેતામાં દયાબહેનના સ્વાગત માટે થશે ગ્રાન્ડ સેલિબ્રેશન, આ રીતે શોમાં લેશે એન્ટ્રી


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીની વાપસીની ખબરથી ફેન્સનું એક્સાઈટમેન્ટ લેવલ બેગણું થઈ ગયું છે. પણ દિશા શોમાં એન્ટ્રી કેવી રીતે કરશે, તેને લઈને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.


શોમાં કેવી રીતે એન્ટ્રી લેશે દયાબહેન?

સુત્રોના જણાવ્યા અનુસાર દિશા વાકાણી ટુંક સમયમાં જ શોનું શૂટિંગ શરૂ કરવાની છે. દિશાની એન્ટ્રી ખૂબ જ ગ્રાન્ડ થવાની છે. તે નવરાત્રી ફંક્શન વચ્ચેઅમદાવાદની ગુમ યુવતીને લઈ અભિનેત્રીએ વ્યક્ત કરી ચિંતા શોમાં એન્ટ્રી લેશે. ગોકુલધામ સોસાયટી નવરાત્રીમાં ગરબા દરમિયાન દયાબહેનને ખૂબ જ મિસ કરી રહ્યા છે.


જેઠાલાલે દયાની યાદમાં ભર્યું આ પગલું

પતિ જેઠાલાલને દયાની સૌથી વધારે યાદ આવી રહી છે. અને તે દેવી માની સામે વચન લે છે કે, જ્યાં સુધી દયા પરત નહીં આવે ત્યાં સુધી તે ગરબા નહીં રમે. અને આ કારણે તમામ લોકો દયાબહેનને પરત લાવવાની તૈયારીઓ કરવા લાગ્યા છે. પણ તેમના તમામ પ્રયાસ નિષ્ફળ થઈ જાય છે. શોના મેકર્સ દયાબહેનની એન્ટ્રીને સ્પેશિયલ બનાવવા માટે કોશિશ કરી રહ્યા છે.


જણાવી દઈએ કે, દયાબહેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાં દેખાઈ નથી. મેટરનિટી લીવ પર ગયા બાદ તે શોમાં વાપસ નથી આવી. દયાબહેનની વાપસી ફેન્સ માટે કોઈ ટ્રીટથી કમ નથી. ફેન્સ દયાબહેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


Post a comment

0 Comments