ભારત આજે પણ અંગ્રેજોને આપે છે આ જગ્યા માટે ટેક્સ, કારણ જાણી થશે આશ્ચર્ય


ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું તેને 72 વર્ષ થઈ ચુક્યા છે. પરંતુ આઝાદ ભારતમાં પણ આજે કેટલીક જગ્યાઓએ અંગ્રેજોનું શાસન છે. આજે પણ અહીં અંગ્રેજ શાસન હોવાની અનુભૂતિ થાય છે. આપણા દેશમાં એક રેલ્વે ટ્રેક છે જેના પર બ્રિટન સરકારનું શાસન છે.

આ ટ્રેકનો ઉપયોગ કરવા માટે ભારત તરફથી બ્રિટન સરકારને ટેક્સ આપવામાં આવે છે. ઈંડિયન રેલ્વેની એક પ્રાઈવેટ કંપની દર વર્ષે આ ટ્રેક માટે 1 કરોડ 20 લાખ રૂપિયા ભરે છે.


બ્રિટનનો આ ટ્રેક શકુંતલા એક્સપ્રેસ નામની એક પેસેંજર ટ્રેન છે. જે અમરાવતીથી મુર્તજાપુર 189 કિમીનો સફર 6,7 કલાકમાં પુરો કરે છે. આ ટ્રેન અચલપુર, યવતમાલ જેવા 17 નાના,મોટા સ્ટેશનો પરથી પસાર થાય છે. અંદાજે 100 વર્ષ જૂની આ ટ્રેમાં 5 ડબ્બા છે.


70 વર્ષ સુધી આ ટ્રેનને સ્ટીમ ઈંજીન ચલાવતું. પરંતુ 15 એપ્રિલ 1994માં ડીઝલ ઈંજનને તેનું સ્થાન આપવામાં આવ્યું. આ ટ્રેન માનચેસ્ટર સિટીના કારખાનામાં બની હતી. તેને 1921ના વર્ષમાં બનાવાઈ હતી. બ્રિટિશકાળની આ વિરાસત જેટલી જૂની છે તેટલા જ જૂના છે અહીંના સિગ્નલ. 7 કોચની આ પેસેન્જર ટ્રેનમાં રોજ 1000થી વધારે લોકો મુસાફરી કરે છે.


આ ટ્રેકની દેખરેખ અને સંરક્ષણનું કામ આજે પણ બ્રિટનની કંપની કરે છે અને ભારત સરકાર આ કામ માટે તેમને પૈસા ચુકવે છે. છેલ્લા 60 વર્ષથી તેનું સમારકામ પણ થયું નથી. આ ટ્રેક પર ચાલતા જેડીએમ સીરીઝના ડીઝલ લોકો ઈંજનની સ્પીડ આજે પણ 20 કિલોમીટર પ્રતીકલાક રાખવામાં આવે છે. આજે પણ આ રેલ રુટ માટે ભારત સરકાર બ્રિટિશ કંપનીને 1 કરોડથી વધારેની રોયલ્ટી ચુકવે છે.


ટ્રેકની હાલત જોઈ શકુંતલા એક્સપ્રેસને બે વાર બંધ પણ કરી દેવામાં આવી પરંતુ સ્થાનીય લોકોની અસુવિધાને ધ્યાનમાં રાખી તેને ફરીથી શરૂ કરવામાં આવી. આજે આ ટ્રેન અમરાવતીના લોકો માટે જીવનનો એક ભાગ બની ચુકી છે. અહીંના ગરીબ પરીવારોને તેના વિના અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ટ્રેકને ખરીદવા માટે અનેકવાર પ્રયાસ પણ કરવામાં આવ્યા પરંતુ તે સફળ થયા નહીં.

Post a comment

0 Comments