ઓનલાઈન શોપિંગ કરતાં પહેલા આ વાંચી લો, નહિતર થઈ શકે છે મોટું નુકશાન


દેશની દિગ્ગજ ઇ-કોમર્સ વેબસાઇટ્સ અમેજોન અને ફ્લિપકાર્ટે ફેલ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને પ્રોડક્ટ પર ધમાકેદાર ડિસાઉન્ટ ઓફર્સ આપવાનું આયોજન કર્યું છે. આ બન્ને સાઇટ પર ગ્રાહકોને શાનદાર ડીલ્સ અને આકર્ષક ડિકાઉન્ટ ઓફર મળી રહી છે. લોકો પણ આ ઓફર્સની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે.

કંપનીઓ દ્વારા આપવામાં આવતી આ ડિસ્કાઉન્ટ ઓફર્સમાં ઘણી વખત સ્માર્ટફોનની કિમત વધુ હોય છે ત્યારે તેની પર ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ ખરેખર ગ્રાહકોને મોટાભાગે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર કોઇ પણ પ્રકારથી છૂટ આપવામાં આવતી નથી.


 કોઈ પણ ફોન ખરીદતા પહેલા તેના સ્પેસિફિકેશન વિશે ફોન કંપનીની વેબસાઇટ પર એકવાર ચેક કરવું જરૂરી છે. કારણે કે કેટલીક ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર પ્રોડક્ટ્સ વિશે ઘણી વખત ભ્રમિત અને ખોટી માહિતી આપવામાં આવતી હોય છે.


મીડિયા રિપોર્ટ મુજબ એમેઝોન અને ફ્લિપકાર્ટથી ફોન ખરીદવું જ પર્યાપ્ત નથી. કારણ કે આ કંપનીઓ આધિકારિક સેલર નથી. તેથી આ પરિસ્થિતિઓમાં યોગ્ય છે કે જ્યારે તમે આ વેબસાઇટ્સ પરથી ફોન ખરીદો છો તો પહેલા ચેક કરી લો કે વેચાણકર્તા કોણ છે અને તેના વિશે લોકોએ કેવા રિવ્યૂ આપ્યા છે.


રિવ્યૂમાં સચ્ચાઈ સામે આવતી હોય છે. ઉપરાંત કોઇ પણ વેબસાઇટ પર જ્યાં પેમેન્ટ કરવાની હોય છે ત્યાં યુઆરએલમાં 'https' જરૂરથી જોઈ લેવું અને સાથે એ પણ ચેક કરવું કે 'લોક'નું નિશાન છે કે નહીં. છેતપિંડીવાળી વેબસાઇટ પર https ક્યારે નહીં હોય.


આ સિવાય અલગ-અલગ વેબસાઇટ્સ પર પ્રોડક્ટ્સની કિંમત પણ ચેક કરી લેવી જેથી સાચી કિંમતની જાણ થઈ શકે. ઘણી વખત ઇ-કોમર્સ કંપનીઓ વેબસાઇટ પર પ્રોડક્ટ્સની કિંમત વધારીને વેચતી હોય છે અને પછી ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કરતી હોય છે.

Post a comment

0 Comments