ચામડીને ગોરી બનાવવા જાણો આ સરળ ઘરેલુ ઉપાય


ઘરની સાફ સફાઈ કરવામાં ને કરવામાં આપણા ચહેરા અને શરીરની સંભાળ લેવામાં આપણે ઘણઈ વખત બેદરકાર બની જતા હોઈએ છે. ત્યારે ચાલો આ કેટલીક ટીપ્સ તમારા ચહેરાને સાફ અને બેદાગ બનાવશે. સાથે તમારી ચામડી ગોરી પણ બનાલશે. તમારા ચહેરાની કરો આ રીતે સફાઈ, આ રીતે બનાવો ઉબટન

બેસનનું ઉબટન

2 ચમચી બેસનમાં 1 ચમચી સરસવનું તેલ અને થાડું દૂધ ઉમેરી મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને આખા શરીર પર લગાવો. થોડા સમય બાદ નાહી લો.

મસૂરની દાળનું ઉબટન

પલાળેલી મસૂરની દાળની પેસ્ટમાં ઈંડાની દર્દી, લીંબુનો રસ અને કાચું દૂધ ઉમેરી પેસ્ટ બનાવી લો. તેને અઠવાડિયામાં 2 વખત ચહેરા પર લગાવી સૂકાઈ જાય એટલે ધોઈ લો.

ચંદન

ચંદન પાવડરમાં એક ચમચી લીંબુનો રસ અને ટામેટાંનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવી સૂકાઈ જાય એટલે ઠંડા પાણીથી ધોઈ લો.

ખીરા

ખીરાની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી 15 મિનિટ રાખો. સૂકાઈ જાય એટલે પાણીથી ધોઈ લો. ત્વચા સાફ અને કૂબ જ સુંદર દેખાશે.

લીંબુનો રસ

લીંબુનો રસ પમ ઉબટનની જેમ ચામડીની સફાઈ કરે છે. તેથી ફેસપેક બનાવવા માટે લીંબુનો રસ અને મધ મિક્સ કરી લગાવવાથી રંગ નીફે છે અને ચામડી કોમળ રહે છે.

ટામેટા

ટામેટાના વચ્ચેના પલ્પથી ચહેરા અને ગળા પર રોજ લગાવવાથી ચામડી સુંદર અને સ્વસ્થ બનશે. તેને લગાવ્યાના 1 કલાક બાદ હૂંફાળા પાણીથી સાફ કરો. તેનાથી રંગ ગોરો બને છે.

Post a comment

0 Comments