ધન તેરસ, આ રાશિના જાતકો પર રહશે માં લક્ષ્મીની પરમ કૃપા


મેષ રાશિ 

કેટલાક કામોમાં અડચણો આવી શકે છે. મહેનત વધુ થશે. બિઝનેસના કેટલાક કામો સમજદારીપૂર્વક પતાવશો. સફળ થશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. મુસાફરીનો કોઈ કાર્યક્રમ બની શકે છે. પરેશાનીઓને પહોંચી વળવાનું પ્લાનિંગ કરશો.

વૃષભ રાશિ 

જૂના ટેન્શન દૂર થશે. પોતાના પર ધ્યાન આપશો. નવા કપડાં ખરીદી શકો છો. તમારી સક્રિયતાનું સ્તર વધશે. સમાજ અને પરિવાર બંને ક્ષેત્રે કામકાજ પૂરા થઈ શકે છે. દિમાગમાં અનેક પ્રકારના આઈડિયા પણ આવી શકે છે. આવક અને ખર્ચા મામલે ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. મિત્રોની મદદ મળશે

મિથુન રાશિ 

ધનલાભ થઈ શકે છે. એવા કામથી ફાયદો થશે જે લાંબા સમય સુધી ચાલશે. અનેક પ્રકારના રોમાંચક વિચારો અને યોજનાઓ આજે બની શકે છે. અવિવાહિત લોકોના વિવાહ નક્કી થઈ શકે છે. બુદ્ધિપૂર્વક તમારા કામ કરાવી શકો છો. આજે તમે પોતાને સાબિત કરી બતાવશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળી શકે છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. બેરોજગારો માટે પણ સારો દિવસ છે.

કર્ક રાશિ 

દિવસ સારો છે. ઉત્સાહ વધશે. ઘર અને આસપાસની ચીજો તમારા કંટ્રોલમાં રહેશે. અચાનક ધનલાભ થશે. અટવાયેલા નાણા પરત મળશે. આવક, ખર્ચ અને પૈસાના દરેક પ્રકારના મામલાની ઝીણવટભરી તપાસ કરો. મોટા નિર્ણયો લેવા માટે સારો દિવસ છે.

સિંહ રાશિ 

મોટા કામ પતાવવામાં ધ્યાન આપશો. પૈસા અને જુસ્સો પણ વધશે. મોટાભાગના કામ સમયસર પૂરા થશે. પાર્ટનર સાથે સંબંધમાં સુધાર થશે. વિવાદનો ઉકેલ આવશે. નોકરી કે બિઝનેસમાં નવી રૂપરેખા તૈયાર કરશો.

કન્યા રાશિ 

જે કામ કરવાનું છે કે જવાબદારી મળી છે તે ખુશીથી સ્વીકારો. બધુ સરળતાથી પતશે. તમારા કામથી બીજાને પ્રેરણા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. મહેનતનું ફળ મળશે. સંબંધો મામલે વ્યવહારિક રહો.


તુલા રાશિ 

અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. અપરણિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. બિઝનેસમાં તમે લીધેલા નિર્ણયો મોટો ફાયદો કરાવશે.

વૃશ્ચિક રાશિ 

સારા લોકો સાથે મુલાકાત થશે. જેનો ફાયદો પણ થશે. મિત્રો સાથે સમય પસાર થશે. આજે કરાયેલી બિઝનેસ ડીલ ફાયદાકારક રહેશે. બિઝનેસ સારો ચાલશે. પરિવારમાંથી પણ મદદ મળશે. માહોલ ખુશનુમા રહેશે.

ધન રાશિ 

ભાવનાઓ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ઈન્ટરવ્યુ કે સંબંધની વાત થશે તો સારું છે. ગંભીરતાથી કરાયેલી ચર્ચાથી કોઈ ખાસ મામલાનો ઉકેલ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ઘણુખરું સફળ થશો. સંતાન તરફથી સારા સમાચાર મળશે.

મકર રાશિ 

નાની મોટી યાત્રા કે મહત્વપૂર્ણ વાતચીત થશે. ખાસ લોકો તમને અને કામને નોટિસ કરશે. તમારી બુદ્ધિમત્તાથી કપરાં કામો પતાવશો. વધુ મહેનતવાળું કામ પણ કરવું પડી શકે છે. પૈસાનું ટેન્શન દૂર થવાની શક્યતા છે. સારા સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ 

લોકોને મળવામાં અને વાત કરવામાં સફળ થશો. જમીન અને પ્રોપર્ટીના કામોથી ધનલાભ થવાના યોગ બની રહ્યાં છે. આસપાસના લોકો પર ધ્યાન રાખો. ઓફિસમાં વધુ જવાબદારીવાળું કામ મળી શકે છે. બીજાની મદદથી કરાયેલા કામોમાં અટવાઈ શકો છો. માંગલિક કામો થઈ શકે છે. મોટા ભાઈ કે મિત્રોની મદદ મળશે.

મીન રાશિ 

પોતાના પર ભરોસો કરો અને આગળ વધવાનું કામ કરો. બિઝનેસ કે નોકરીમાં ખાસ કામ પતાવવા માટે સારો દિવસ છે. ભાગ્યનો સાથ મળશે. મહત્વ અને સન્માન વધવાના યોગ છે. પૈસાની સ્થિતિમાં સુધાર અને ઉન્નતિ થવાની તકો મળી શકે છે.

Post a comment

0 Comments