આજથી બદલાઈ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, જૂના પણ કરાવવા પડશે અપડેટ


મોટર વ્હીકલ એક્ટ 2019 મુજબ આજથી એટલે કે પેહલી ઓકટોબરથી ડ્રાયવિંગ લાઇસન્સ અને વાહનના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટના નિયમો બદલાઈ રહ્યા છે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આજથી ડ્રાયવિંગ લાયસન્સ અને આરસી બુક બંનેના ફોર્મેટમાં  ફેરફાર થાય રહ્યો  છે.  જે દરેક વાહનધારો કે યાદ રખાઈ જરૂર છે. નહીંતર ટ્રાફિક પોલીસ દ્વારા દંડાઈ જવાની પુરેપુરી શક્યતા છે.

આજથી અમલમાં આવે એ રીતે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસીમાં માઇક્રોચીપ અને ક્યૂઆર કોડ રહેશે જેની મદદથી કેન્દ્રીય ડેટા બેઝમાં દરેક વાહન અને ડ્રાઇવરનો પૂરો રેકોર્ડ રહેશે. દરેક રાજ્યમાં આરસી અને લાયસન્સના રંગ તથા આકાર સરખા રહેશે. અગાઉ દરેક રાજ્યના આરસી અને લાયસન્સની વિગતો અલગ અલગ રહેતી. હવે એવું નહીં હોય.


દેશનાં તમામ રાજ્યોમાં આરસી અને લાયસન્સ એકસરખા રહેશે. ક્યૂઆર કોડ અને માઇક્રોચીપમાં અગાઉના તમામ રેકોર્ડ રહેશે. આ માહિતી મેળવવા માટે ટ્રાફિક પોલીસને હેન્ડી ટ્રેકિંગ ડિવાઇસ નામે ઓળખાતું સાધન આપવામાં આવશે.


ટ્રાફિકના નિયમનો ભંગ કરીને નાસી રહેલા વાહન અને એના ડ્રાઇવરની વિગતો આંખના પલકારામાં ટ્રાફિક પોલીસને મળી જશે. દેશના તમામ વાહન ચાલકોએ નવું ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી મેળવવા કાયદેસર રીતે આજથી ફરજિયાત બને છે. દરેક વાહનચાલકના લાયસન્સની પાછળ ઇમર્જન્સી ફોન નંબર પણ હશે જેથી દુર્ઘટના સમયે પોલીસ જે તે વ્યક્તિના પરિવારને તરત જાણ કરી શકશે.


આ સુવિધામાં ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બંને એકજ સ્માર્ટ કાર્ડમાં સમાવી લેવામાં આવશે એટલે બે અલગ અલગ દસ્તાવેજો રાખવાની જરૂર નહીં પડે. નાગરિકો અને ટ્રાફિક પોલીસ બંનેની સગવડ માટે આ નવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનો સરકારી દાવો છે.

Post a comment

0 Comments