પોસ્ટ ઑફિસની નવી સર્વિસ, હવે ઘરે બેઠા જ કરી શકશો પૈસાની લેવડ-દેવડપોસ્ટ વિભાગે પોતાના બચત ખાતાધારકો માટે તહેવારની સીઝનમાં મોટી ભેટ આપતાં તેમના માટે મોબાઈલ બેંકિંગની સુવિધા આખા દેશમાં મંગળવારથી શરૂ કરી દીધી છે. આ સુવિધાનો લાભ દેશભરમાં તે ગ્રાહકોને મળશે, જેમનું બચત ખાતુ પોસ્ટનાં કોર બેંકિંગ સોલ્યુશન સાથે જોડાયેલાં છે. 

આ વિશે પોસ્ટ વિભાગે સર્કુલર રજૂ કરી દીધો છે. પોસ્ટ વિભાગે એક વર્ષ પહેલાં ગ્રાહકો માટે ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા શરૂ કરી દીધી હતી.


પોસ્ટ ઑફિસમાં ઍકાઉન્ટ ધારકો માટે સારા સમાચાર છે. ખરેખર, પોસ્ટ વિભાગે પોસ્ટ ઑફિસ સેવિંગ્સ ઍકાઉન્ટ ધારકો માટે મોબાઇલ બૅન્કિંગ સેવાઓ શરૂ કરી છે. પોસ્ટ ઑફિસે એક પરિપત્ર બહાર પાડીને આની જાહેરાત કરી છે. 


આ પરિપત્ર મુજબ તમામ પોસ્ટ ઑફિસના બચત ખાતા ધારકોને 15 ઑક્ટોબરથી આ સુવિધા મળવાની શરૂઆત થશે, એટલે કે આજથી શરુ થઇ ગઇ છે..


ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બૅન્ક (IPPB) ના બચત ખાતા માટે મોબાઇલ બૅન્કિંગ સુવિધા પહેલાથી અસ્તિત્વમાં છે. હવે તે પોસ્ટ ઑફિસ બચત ખાતા માટે પણ ઉપલબ્ધ થશે. આ સુવિધાથી પોસ્ટ ઑફિસની મોટાભાગની નાની બચત યોજનાઓનું સંચાલન કરવું સરળ બનશે જેમ કે ટાઇમ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર વગેરે.

Post a comment

0 Comments