એક એપિસોડ માટે કપિલ શર્મા લે છે આટલી ફી, જાણીને ઉડી જશે હોશ...


સોની ટીવી પર પ્રસારિત થતા કપિલ શર્મા શો ટીવી સૌથી સારા કૉમેડી શોમાંથી એક છે. અનેક ઉતાર ચડાવ છતા કપિલ સતત પોતાના દર્શકોને હસાવતા આવ્યા છે. કપિલ શર્મા ઘણીવાર શોમાં મહેમાનોને તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા સવાલો પુછે છે, જે ક્યારેક કપિલને જ ભારે પડી જાય છે. આવું જ કાંઈક કપિલ સાથે થયું જ્યારે ઉદિત નારાયણે તેની ફીનો ખુલાસો થયો.


હાલમાં જ બોલીવુડના લોકપ્રિય ગાયક ઉદિત નારાયણ ધ કપિલ શર્મા શોમાં મહેમાન બનીને પહોંચ્યા. ઉદિત નારાયણનું સ્વાગત કરતા કપિલ શર્માએ કહ્યું કે, સર તમારો જેવો જાદુઈ, મખમલી અવાજ છે એવા જ પ્યારા તમે છો, તમારો ચહેરો એટલો માસૂમ છે કે એવું લાગે છે તેમણે કોઈના પૈસા નહીં લીધા હોય. તેના પર ઉદિત નારાયણે કહ્યું કે આ સાચુ કહ્યું છે.આગળ કપિલે કહ્યું કે એવું લાગે છે કે તમારી પાસેથી બધા પૈસા લઈ લેતા હશે. કપિલની વાત સાંભળીને ઉદિત નારાયણ તેમની મજાક ઉડાવતા કહે છે કે, તમારે તો સ્ટ્રગલ કરવાની જરૂર જ નથી, સાંભળ્યું છે તમે એક એપિસોડનો એક કરોડ રૂપિયા લો છો. ઉદિતની આ વાત સાંભળીને કપિલ પણ શૉક્ડ થઈ જાય છે જે બાદ આખો સેટ તાળીઓથી ગૂંજી ઉઠે છે.


તમને જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા ઉદિત નારાયણ પોતાના પત્ની અને દિકરા આદિત્ય નારાયણ સાથે કપિલ શર્મા શોમાં આવ્યા હતા. આ દરમિયાન કપિલે તેમની સાથે મજેદાર વાતો કરી હતી. કપિલ શર્માને પહેલા એક એપિસોડ માટે 60 થી 70 લાખ રૂપિયા મળતા હતા.


પરંતુ જ્યારે તેઓ ફરી શોમાં પાછા આવ્યા ત્યારે તેમની ફી અડધી કરી દેવામાં આવી હતી. હવે ઉદિત નારાયણને કપિલની ફી એક કરોડ ગણાવી છે. જો કે આ વાત તો ખાલી મેકર્સ અને કપિલ જ જાણે છે કે તેમને એક એપિસોડ માટે કેટલી તગડી રકમ મળી રહી છે.

Post a comment

0 Comments