મુકેશ અંબાણી ભલે દેશમાં સૌથી અમીર હોય, પણ દાન આપવા મામલે આ અરબપતિ છે સૌથી આગળ


હાલમાં જ ફોર્બ્સ ઈન્ડિયાની યાદીમાં મુકેશ અંબાણીને ભારતનાં સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા છે. પણ તમને જાણીને નવાઈ લાગશે પણ, દાન આપવાના મામલે મુકેશ અંબાણીનું સ્થાન પહેલાં નંબરે નથી.


પરોપરકાર અને જન કાર્યો માટે ધન ઉપલબ્ધ કરાવવાના મામલામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ત્રીજા સ્થાને આવે છે. જ્યારે HCL ટેક્નોલોજીના પ્રમુખ શિવ નાડર આ લિસ્ટમાં સૌથી પહેલા નંબરે છે. અજીમ પ્રેમજીએ 21 અરબ ડોલરનાં દાનની ઘોષણા કરી છે. જેણે પણ ખાસ્સી ચર્ચાઓ જગાવી હતી.


આ લિસ્ટ અનુસાર શિવ નાડાર અને તેમના પરિવાર દ્વારા 826 કરોડ રૂપિયા પરમાર્થ કાર્યો માટે દાન કરવામાં આવ્યા છે. એડલગિવ ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી વિદ્યા શાહે કહ્યું કે, હજુ પણ એવા અનેક મુદ્દાઓ છે કે જેને લઈ ઉદ્યમિયોના મનમાં પરમાર્થ કાર્યો માટે ધન આપવાને લઈ સંશય રહે છે. સામાજિક કાર્યો માટે પાંચ કરોડથી વધારે ધન આપનાર ભારતીયોની સંખ્યા આ દરમિયાન વધીને 72 થઈ ગઈ છે. વર્ષ 2018માં આ સંખ્યા 38 હતી.

આ અવધિમાં પરમાર્થ કાર્યો આપવામાં આવેલ રાશિ 4391 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. તેમાંથી અડધી રાશિ વ્યક્તિગત રીતે આપવામાં આવેલ દાનથી આવી છે. તે બાદ સ્વાસ્થ્યનું સ્થાન આવે છે. ઈન્ફોસિસના સહ સંસ્થાપક નંદન નીલેકળિ અને તેમના પત્ની રોહિળીએ સામાજિક મંચો મારફતે પરમાર્થ કાર્યો માટે 346 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

Post a comment

0 Comments