આપણે આ વૈજ્ઞાનિકના કારણે જ ફિલ્મો અને વીડિયો જોઇ શકીએ છીએ


આજે સીનેમા અને વીડિયો આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. સ્માર્ટફોનના જમાનામાં સરળતાથી વિવિધ એપ્સ દ્વારા વીડિયો તૈયાર કરીને યુઝર્સ વાઇરલ કરી શકે છે પરંતુ આ ચલચિત્રની શોધ 200 વર્ષ પહેલા જોસેફ એન્ટોની ફર્ડિનેંડ પ્લેટુ જેવા વૈજ્ઞાનિકની અથાક મહેનતનું પરીણામ છે.

આથી જ તો તેમના ૨૧૮માં જન્મ વર્ષે યાદ કરીને ગુગલે ડૂડલ તૈયાર કર્યુ છે. જો કે નવાઇની વાત તો એ છે કે આજે જોસેફ એન્ટોની ફર્ડિનેંડપ્લેટુકોણ હતા એ ખૂબજ ઓછા લોકો જાણે છે.

બેલ્ઝિયમના આ ભૌતિક વૈજ્ઞાનિકે દ્વષ્ટી સાતત્યના નિયમના આધારે ફેનાકિસ્ટિસ્કોપ તૈયાર કર્યુ જેમાં ઇમેજ હલતી હોય તેવો ભાસ થતો હતો. આ એક પ્રકારનું એનિમેશન ડિવાઇસ પણ હતું. આ શોધના આધારે જ દુનિયાના પટલ પર સિનેમાનો આવિષ્કાર થયો હતો. ફેનાકિસ્ટિકસ્કોપ ઉપકરણે મૂવિંગ ઇમેજનો ભ્રમ પેદા કર્યો જે મોશન પિકચરના જન્મ અને વિકાસ માટે જરુરી હતું. વિશ્વમાં સિનેમા આજે મનોરંજનનું સૌથી મોટુ માધ્યમ બન્યું છે. અબજો રુપિયાની ઇન્ડસ્ટ્રીઝ બન્યું છે જે જે જોસેફના પ્રયાસોને આભારી છે.


જોસેફ પ્લેટૂના પિતા ફૂલો પર પ્રિન્ટિંગ જાણનારા આર્ટિસ્ટ હતા. શરુઆતમાં જોસેફે પ્લેટૂએ લો નો અભ્યાસ કર્યો અને ત્યાર પછી ફિઝિયોલોજીકસ ઓપ્ટિકસનો સ્ટડી કર્યો હતો. તેમને આ સ્ટડી દરમિયાન માનવ રેટિના અને તેના પર પ્રકાશના રંગની અસર પર વધારે ભાર મૂકયો હતો.

જોસેફે આ ક્ષેત્રમાં ખૂબજ મહેનત કરીને પરીણામ મેળવ્યું હોવાથી ૧૯ મી સદીના સૌથી પ્રભાવશાળી વિજ્ઞાનીઓમાં સમાવેશ થાય છે. તેમના રિસર્ચનું મુખ્ય ધ્યાન રેટિના પર ચિત્ર કેવી રીતે બને છે તેના પર હતું. આ સંશોધનના આધારે જ તેમણે સ્ટ્રોબોસ્કોપિક સાધન તૈયાર કર્યુ જેમાં બે ડિસ્ક વિપરિત દિશામાં ફરતી હતી.


પ્રથમ ડિસ્કમાં એક સર્કલમાં નાની બારી જેવું હતું જયારે બીજી ડિસ્કમાં એક સીરિઝમાં એક ડાન્સર કરતી યુવતીની તસ્વીર હતી. કોઇ પણ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખ પર કેવી રીતે પડે છે એ જોવા માટે મહત્વનું હતું.

જોસેફ પ્લેટૂનો જન્મ ૧૪ ઓકટોબર ૧૮૦૧માં બ્રેસલ્સ ખાતે થયો હતો જયારે મુત્યુ ૧૫ સપ્ટેમ્બર ૧૮૮૩માં થયું હતું. જોસેફે ૧૮૨૯માં મેથ્સમાં ગ્રેજયુએટ થયા હતા. ઇસ ૧૮૨૭માં બ્રેસલ્સમાં મેથ્સ શિખવતા હતા અને પછી ૧૮૩૫માં ગ્રેંટ યૂનિવર્સિટીમાં ફિઝિકસ અને એપ્લાઇડ ફિઝિક્સના પ્રોફેસર બન્યા હતા. વિજ્ઞાન અને ગણિતના જાણકાર જોસેફ પોતાની બેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે આજના આધુનિક સિનેમાની શોધનો પાયો નાખ્યો હતો.

ગુગલમાં જણાવ્યા અનુસાર જોસેફ પ્લેટોના આંખોની દ્રષ્ટી સાવ નબળી પડી ગઇ હતી. તેમને જોવામાં ખૂબજ મુશ્કેલી પડતી હતી તેમ છતાં દ્વષ્ટી સાતત્યના પ્રયોગોનું કામ અવિરત ચાલું રાખ્યું હતું. આ કામમાં તેમના પુત્ર અને પુત્રીના પતિ (જમાઇ)એ ખૂબજ મદદ કરી હતી.

Post a comment

0 Comments