સુરતમાંથી ઝડપાયો માસ્ટર ચોર, આવી રીતે કરતો હતો ઘરમાં પ્રવેશ


કિર્તેશ પટેલ, અમદાવાદઃ મકાનના બાથરૂમનું વૅન્ટીલેશન (Ventilation) ખોલી મકાનમાં પ્રવેશ કરી ચોરી કરતા બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે (crime branch) ઝડપી પાડ્યા છે. આ ઈસમો ચોરી કરવામાં માહીર સાથે 3 જેટલી ચોરી કરી હતી. જોકે પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

સુરત (surt) ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડમાં આવેલા બે ઈસમો મોટા મકાનને ટાર્ગેટ કરી ચોરી (thief) કરતા હતા. છેલ્લા થોડા દિવસથી શહેરના પોઝ વિસ્તારમાં ચોરીની ઘટનાના પગલે પોલીસ આ ગુણા ઉકેલવા માટે સતત મહેનત કરતી હતી. ત્યારે એક મકાનમાં ચોરીની જગ્યા પરથી સીસીટીવીમાં એક મોપેટ ઉપર આવતા બે ઈસમો દેખાયા હતા.

જેના પગલે પોલીસે આ ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસે બંને ઈસમને પકડી પાડ્યા હતા. જોકે બંને ઈસમોનો ગુનાહિત ઇતિહાસ હોવાને લઈને વધુ તપાસ કરતા આ ચોરી તેમને કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે પોલીસે અલગ અલગ 3 જગીયા પર ચોરી કરી હતી તે તમામ મૂળ માલ પણ કબજે કરિયો છે.


પકડાયેલા આરોપીમાંથી શાહરુખ ચોરી કરવા માટે માસ્ટર હતો. તે કોઈ પણ મકાનના બાથરૂમના વૅન્ટીલેશનમાંથી પ્રવેશ કરી શકતો હતો અને તે કોઈપણ કબ્જ કે તિજોરીનું તાળું ચતુરાઈપૂર્વક ખોલી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડાની ચોરી કરી જે રસ્તે ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યાંથી જ બહાર આવી જતો હતો.

બહાર આવતા વૅન્ટીલેશન ફરી ફિટ કરતો હતો. જેથી ચોરી આ માર્ગે આવીને કરી તેવો એક પણ પુરાવો રહેવા દેતો ન હતો. જોકે કોઈ પણ સાંકડી જગ્યામાંથી તે પ્રવેશ કરતો હતો. શાહરૂખ ભૂતકાળમાં મધ્ય પ્રદેશના નાગદા શહેરમાં 5 જેટલી ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે.

જયારે અનુપ નક્કી કર્યા પ્રમાણે ચોરીની જગ્યા પર શાહરુખને છોડતો હતો અને ચોરી બાદ ત્યાંથી લઇ જતો હતો. અનુપ ખટોદરા પોલીસમાં અપહરણના ગુનામાં પહેલા પણ ઝડપાઇ ચૂક્યો હતો. પોલીસે આ બંને પાસેથી ચોરીના 16 લાખનો મુદામાલ કબજે કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આરોપીના નામ

અનુપ નાયર, શાહરુખ સનાવર

Post a comment

0 Comments