ફેસ્ટિવ સિઝનમાં આ કંપનીએ આપી ગ્રાહકોને મોટી ભેટ, ઓફર જોઇ તમે પણ ખરીદશો


ફેસ્ટિવ સિઝન શરૂ થઇ ગઇ છે. જેમાં બજાજ ઓટોએ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ તેની પસંદી કરેલ બાઇક્સ પર ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફર્સની જાહેરાત કરી છે. કંપની તેની એન્ટ્રી લેવલની બાઇક સીટી 100 થી લઇ પ્રીમિયમ બાઇક ડોમિનર પર રૂપિયા 6000 સુધીનું ડિસકાઉન્ટ ઓફર કરી રહી છે.

જો તમે હાલમાં બજાજની નવી બાઇક ખરીદવા વિશે વિચારો છો તો આ અહેવાલ તમારા માટે ખાસ ફાયદાનો સોદો બની રહેશે.


દેશની ત્રીજી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટોએ પોતાની બાઇકની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં લઇને ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપની દ્વારા બાઇક ખરીદતાં 5 ફ્રી સર્વિસ અને 5 વર્ષની વોરન્ટી પણ આપવામાં આવે છે.


જીરો પ્રોસેસિંગ ફીની આ ઓફર 8 ઓક્ટોબર 2019 સુધી માન્ય છે. કંપનીની આ ઓફર એન્ટ્રી લેવલ બાઇક સીટી 110, પ્લેટિના, પલ્સર 150, પ્લસર 220F, ડોમિનાર 400 અને એવેંજરના બધા મોડલ પર ઉપલબ્ધ છે. CT110 પર કેશ ડિસ્કાઉન્ટની સાથે 3200 રૂપિયાનો ફાયદો ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે.


ડોમિનાર પર 7200 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. બજાજની બેસ્ટ સેલિંગ બાઇક પલ્સર 150 પર 4200 રૂપિયા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પલ્સર 220 પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે.

કંપની દ્વારા 6000 રૂપિયા કયા મોડલ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ અંગે જાણકારી આપવામાં આવી નથી. કિંમતમાં ઘટાડાની જાહેરાત કંપનીઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યા બાદ કરી છે.


જાણકારોને આશા છે કે સરકારના આ નિર્ણય બાદ બજાજને દર ત્રિમાસિક 120 કરોડ રૂપિયાની બચત થશે. જોકે કંપની દ્વારા આવું કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી, જેથી એ સ્પષ્ટ થઇ શકે છે કે કિંમતમાં ઘટાડો સરકારના નિર્ણય બાદ કરવામાં આવી રહ્યો છે.

Post a comment

0 Comments