એમેઝોન ફેસ્ટિવલ સેલમાં પહેલાં જ દિવસે રૂ. 750 કરોડના સ્માર્ટફોન વેચાયા


ઈ-કોમર્સ વેબસાઈટ પર સેલની સીઝન છે. એમેઝોન ઈન્ડિયાએ દાવો કર્યો છે કે, આ વખતે સેલની સૌથી મોટી ઓપનિંગ થઈ છે. કંપનીએ એ પણ દાવો કર્યો છે કે, ફક્તે 36 કલાકમાં 750 કરોડ રૂપિયાના સ્માર્ટફોન્સ વેચાયા છે. એમેઝોન ઈન્ડિયાએ કહ્યું કે, 750 કરોડ રૂપિયાના સ્માર્ટફોન્સ જે વેચાયા છે તે પ્રીમિયમ સેગમેન્ટના છે.

ફક્ત એમેઝોન પર જ નહિં, પરંતુ ફ્લિપકાર્ટે પણ કહ્યું કે, બીગ બિલિયન ડેયઝ સેલની શરૂઆત પાછલી વારની તુલનાએ આ વખતે ઘણી સારી થઈ છે. જો કે, આ બન્ને કંપનીઓએ એ નથી જણાવ્યું કે, સેલના પહેલા દિવસે કમાણી કેટલી થઈ.

મીડિયા રિપોર્ટ અનુસાર, એમેઝોન ગ્લોબલના સીનિયર વાઈસે પ્રેસિડન્ટ અને ઈન્ડિયા હેડે અમિત અગ્રવાલે કહ્યું કે, આ વખતે એમેઝોન પ્રાઈમ માટે એક દિવસમાં સૌથી વધુ લોકોએ સાઈન અપ કર્યું છે અને કસ્ટમર એન્ડ રિલેટર પાર્ટીસિપેશન પણ શાનદાર રહ્યા છે. એમેઝોન ડોટ ઈન માટે આ અત્યારે સુધીની સૌથી મોટી ઓપનિંગ રહી છે.


એમેઝોન પ્રમાણે, 91 ટરા નવા કસ્ટમર્સ ટિયર 1 અને ટિયર 2 શહેરોના છે. આ કસ્ટમર્સે માટે ફેશન અને સ્માર્ટફોન્સ કેટેગરીઝ ટોપમાં રહી છે. એટલે કે મોટાભાગના લોકો આ બન્ને કેટેગરીના પ્રોડક્ટ્સની ખરીદી કરી રહ્યા છે.

 રસપ્રદ વાત તો એ છે કે, કંપની દાવો કરી રહી છે કે, મોટાભાગના લોકો એમેઝોનના હિન્દી પ્લેટફોર્મીથી આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એમેઝોન પોતાના ઈ-કોમર્સે બિઝનેસ માટે હિન્દી યૂઝર ઈન્ટરફેસ લાવ્યા છે.


એમેઝોનના ફેસ્ટિવ સેલની શરૂઆતના દિવસમાં વન પ્લસે, સેમસંગ અને એપલના સ્માર્ટફોન્સ વધુ વેચાયા છે અને 36 કલાકમાં કંપનીએ પ્રીમિયમ સેગમેન્ટના સ્માર્ટફોન્સથી 750 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સિવાયે મોટે અપ્લાયન્સિસ અને ટીવીમાં રેકોર્ડ સેલે નોંધાવ્યું છે અને સરેરાશે દિવસના મુકાબલે આમાં 10 ગણો વધારો થયો છે.

Post a comment

0 Comments