ટ્રેનની ટિકિટ બુક કરાવતા પહેલા જાણી લો રદ કરવાના નિયમ, આ 5 પરિસ્થિતિઓમાં નહીં મળે રિફંડ


ટ્રેન ચૂકી જવાનું સામાન્ય છે. ઘણી વાર, જો ટ્રેન થોડી મિનિટો મોડા પહોંચવાને કારણે ચૂકી જવાય, તો ઘણી વખત પ્લાનમાં અચાનક ફેરફાર થવાને લીધે ટિકિટ રદ કરવાની રહે છે. આઈઆરસીટીસી ( IRCTC) ઑનલાઇન ટિકિટ રદ્દ કરવાની પણ સુવિધા આપે છે.

જો કે, તમારી ટિકિટની પુષ્ટિ ન થાય તો, ઑનલાઇન ટિકિટ આપમેળે રદ થઈ જાય છે. ઑફલાઇન (કાઉન્ટર) ટિકિટ પર તમે વેટીંગ રહેતા મુસાફરી કરી શકો છો. જો કે, વેટીંગની સુવિધા ફક્ત સ્લીપર વર્ગ માટે જ ઉપલબ્ધ છે. એસી ક્લાસમાં વેટીંગ ટિકિટ પર મુસાફરી કરી શકતા નથી. જો તમે ટિકિટ રદ કરો છો, તો રદ કરવાની ફી સિવાય રિફંડ થઇ જાય છે.


પરંતુ રદ કરવા વિશેનો નિયમ પણ છે. ટ્રેનના ખુલવાના કેટલા સમય પહેલા ટિકિટ રદ થઈ છે તે આધારે રિફંડ્સ ઉપલબ્ધ થાય છે. જો કે, નીચે કેટલીક શરતો છે. આ પરિસ્થિતિમાં, રિફંડનો લાભ લઈ શકાતો નથી.


1. કન્ફર્મ ટિકિટ જો મુસાફરીના ચાર કલાક પહેલા કેન્સલ કરવામાં આવતી નથી તો ઇફેન્ડ મળશે નહીં.

2. જો આરએસી અને વેઇટિંગ લિસ્ટ ટિકિટ ટ્રેન ખુલવાના સમયના અડધો કલાક પહેલા રદ કરવામાં આવે તો પછી રિફંડ મળશે નહીં.

3. જો તમે આરએસી ટિકિટ પર મુસાફરી કરતા નથી, તો રિફંડ ઉપલબ્ધ રહેશે નહીં.


4. કાઉન્ટર ટિકિટ ખોવાઈ જાય તો પેસેન્જર ડુપ્લિકેટ ટિકિટના આધારે મુસાફરી કરી શકે છે.

5. ચાર્ટ બનવા સુધીમાં જો ટિકિટ કેન્સલ કરાવવામાં ન આવે તો રિફંડ મળશે નહીં.

આ ઉપરાંત, તમારે રેલ્વે ટિકિટના રિફન્ડની સ્થિતિ માટે રેલવે કાઉન્ટરો પર જવાની જરૂર નથી. તમે ટિકિટના પી.એન.આર. નંબરથી નવીનતમ રિફંડ માહિતી મેળવી શકો છો.

આ સૂચવે છે કે રિફંડ મંજૂર છે કે નહીં અને જો તે થઈ ગયું હોય તો ચેક અથવા ડ્રાફ્ટ તૈયાર છે કે નહીં અથવા તે તમારા સરનામાં પર મોકલવામાં આવ્યું છે કે નહીં. તેમાં તત્કાલ અને અગાઉથી જ બુક રાવવામાં આવેલી ટિકિટ બનેંની જાણકારી મળશે.

Post a comment

0 Comments