30 વર્ષ પછી શરદ પૂનમે થઇ રહ્યો છે શુભ સંયોગ, થશે અઢળક લાભ


આ વર્ષે શરદ પૂનમમાં દિવસે શુભ સંયોગ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 13 ઓક્ટોબર રવિવારના શરદ પૂનમ પર 30 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ચંદ્ર અને મંગળનો એકબીજા સઆથે દ્રષ્ટિ સંબંધ થવાથી બનશે, જેને મહાલક્ષ્‍મી યોગ કહેવામાં આવે છે. શરદ પૂનમ પર શુભ યોગ બનવાથી આ દિવસ વધારે ખાસ થઇ જશે.

આસો મહિનાની આ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે.. માન્યતા અનુસાર,આ તિથિએ દેવી લક્ષ્‍મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને જે જાગીને દેવીની પૂજા કરતું હોય તેની ઉપર માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. આ શરદ પૂનમે મહાલક્ષ્‍મી યોગમાં દેવીની પૂજા કરવાનું સૌભાગ્ય 30 વર્ષ પછી મળી રહ્યું છે. જેનાથી આ વર્ષે શરદ પૂનમે સ્વાસ્થ્યની સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો યોગ બની રહ્યો છે.


ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ:

આ વર્ષે શરદ પૂનમ પર ચંદ્ર મીન રાશિ અને મંગળ કન્યા રાશિમાં રહેશે. આ પ્રકારે બંને ગ્રહ સામ-સામે રહેશે. તો મંગળ હસ્ત નક્ષત્રમાં રહેશે. જે ચંદ્રના સ્વામિત્વવાળું નક્ષત્ર છે. આ પહેલા ગ્રહોની આવી સ્થિતિ 14 ઓક્ટોબર 1989માં બની હતી. જો કે 6 ઓક્ટોબર 2006 અને 20 ઓક્ટોબર 2002માં પણ ચંદ્ર અને મંગળનો દ્રષ્ટિ સંબંધ બન્યો હતો, પરંતુ મંગળ, ચંદ્રના નક્ષત્રમાં ન હતો. તે સિવાય ચંદ્ર પર બૃહસ્પતિની દ્રષ્ટિ પણ પડવાથી ગજકેસરી નામનો એક બીજો શુભ યોગ પણ બની રહ્યો છે.


શું કરો શરદ પૂનમ પર:

આ રાતે ગ્રહણ કરવામા આવેલી ઔષધિ વધારે લાભ પહોંચાડે છે

શરદ પૂનમ પર ચંદ્રની કિરણો લાભ પહોંચાડે છે. આજ કારણે આ દિવસે રાત્રે ચંદ્રની રોશનીમાં બેસવું જોઇએ અને આમ કરવાથી મનને શાંતિ મળે છે, તણાવ દૂર થાય છે.

શરદ પૂનમની રાત્રે ઘરની બહાર દીવો કરો, જેનાથી ઘરમાં સકારાત્મકતા વધે.


શરદ પૂનમના ચંદ્રને ખુલ્લી આંખો જુઓ, જેથી આંખોની સમસ્યાઓ દૂર થઇ જાય.

આ દિવસે વ્રત કરો અને પૂનમની રાત્રે જાગરણ પણ કરો. વ્રત કરનારને ચંદ્રને અર્ધ્ય આપ્યાપછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ.

આ દિવસે કરો મહત્વપૂર્ણ કામો:

આ દિવસે પ્રોપર્ટી, રોકાણ અને મહત્વપૂર્ણ લેન-દેન કરવાથી ધનલાભ થવાની સંભાવના વધી જશે. જોબ અને બિઝનેસ કરનાર લોકો માટે આખો દિવસ ફાયદાકારક રહેશે અને સેવિંગમાં વધારો થશે. આ દિવસે કોઇ પણ નવું કામ કરી શકાય છે. આ દિવસે કરવામાં આવેલાં કામ લાંબા સમય સુધી ફાયદો આપનારા રહેશે.

Post a comment

0 Comments