જાણો કયા કારણો થી લૉન્ચિંગના 3 વર્ષ બાદ અચાનક કૉલિંગના પૈસા કેમ લેવા લાગ્યું Jio


જિયો IUC ચાર્જ પૂરી રીતે ખતમ કર્યા બાદ કૉલિંગ માટે અલગથી ચાર્ડ લેવાનો નિર્ણય કર્યો છે. જિયોથી જિયો નેટવર્ક પર કૉલિંગ ફ્રી રહેશે, પરંતુ કોઇ બીજા નેટવર્ક પર કૉલિંગ માટે યૂઝર્સને 6 પૈસા પ્રતિ મીનિટના દરથી ચુકવણી કરવી પડશે. પરંતુ લૉન્ચિંગના 3 વર્ષ બાદ અચાનક કૉલિંગના પૈસા કેમ લેવા લાગ્યું Jio.

જિયોથી બીજા નેટવર્ક પર કૉલિંગ માટે લાગશે પૈસા

અહીંયા જાણો જિયોના નવા નિર્ણયથી જોડાયેલી તમામ વાતો

જિયોએ કહ્યું કે હવેથી ગ્રાહકોનો જિયોથી બીજા નેટવર્કમાં કૉલિંગ માટે IUC ટૉપ અપ રિચાર્જ કરાવવું પડશે. અત્યાર સુધી માત્ર ડેટા માટે રિચાર્જ કરાવવું પડતું હતું અને કૉલિંગ અને SMS ની સેવા ફ્રી મળતી હતી.


તમારી જાણકારી માટે જણાવી દઇએ કે ટેલીકૉમ સેક્ટરમાં જિયોની એન્ટ્રી 5 સપ્ટેમ્બર 2016એ થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી કંપની કૉલિંગની સેવાઓ ફ્રી આપી રહી હતી.


IUC શું છે ?

IUC એટલે કે ઇન્ટરકનેક્ટ યૂઝેસ ચાર્જને સમજીએ તો વાસ્તવમાં વાત એ છે કે કોઇ એક ટેલીકૉમ નેટવર્કથી બીજા નેટવર્ક પર કૉલિંગ કરવા પર ટ્રાઇ તરફથી નક્કી કરવામાં આવેલી ફી ની ચુકવણી કંપનીએ કરવું પડી શકે છે. એવામાં જે નેટવર્કથી બીજા નેટવર્કમાં આઉટગોઇંગ કૉલ કરવામાં આવે છે, એનાથી સામે વાળા નેટવર્કને IUC ફી આપવી પડે છે.


IUC જ છે જિયોના નવા નિર્ણયનું કારણ

કારણ કે ટેલીકૉમ કંપનીઓને એકબીજાના નેટવર્ક પર કરવામાં આવતા કૉલ્સના આધાર પર ચુકવણી કરવી પડે છે. એવામાં જો તમામ નેટવર્ક્સમાં કૉલની સંખ્યા જો બરાબર હોય તો ચુકવણીની રકમ બરાબર થઇ જાય છે. પરંતુ સંતુલન ત્યારે બગડે છે જ્યારે એખ નેટવર્કથી બીજા નેટવર્ક પર વધારે કૉલ કરવામાં આવે અને માત્ર એક જ નેટવર્કને IUC ચાર્જ આપવો પડે.


કેમ લાગ્યો ચાર્જ

TRAI તરફથી 2017માં IUC ચાર્જ 6 પૈસા પ્રતિ મીનિટ નક્કી કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે 1 જાન્યુઆરી 2020 સુધી આ ખતમ કરી દેવામાં આવશે. ત્યારે કંપનીને કૉલિંગને ફ્રી રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ટ્રાઇએ રિવ્યૂ માટે આઇયૂસીથી જોડાયેલ કન્સલ્ટેશન પેપર માગ્યું હતું અને એની સમય મર્યાદા વધારવામાં આવી શકે છે.

આ કારણથી દબાણ વધ્યા બાદ જિયોએ ફ્રી કૉલિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ જિયોએ કહ્યું છે કે આ એક અસ્થાઇ સ્ટેપ છે અને IUC ખતમ થતા જ કૉલિંગને ફરીથી ફ્રી કરી દેવામાં આવશે.


શું છે નવો પ્લાન્સ

હાલ જિયોથી જિયોના નેટવર્ક પરઅને લેન્ડલાઇન પર કૉલિંગ ફ્રી રાખવામાં આવી છે. પરંતુ તમે જિયોના નેટવર્કથી બીજા નેટવર્ક પર કૉલ કરવા ઇચ્છો છો તો હવે તમારે અલગથી IUCટૉપ અપ વાઉચરથી રિચાર્જ કરવું પડશે. એની શરૂઆતની કિંમત 10 રૂપિયા છે. જિયો તરફથી ચાર નવા પ્લાન્સ રજૂ કરવામાં આવ્યા છે.

સાથે જ આ રિચાર્જથી તમને એડિશનલ ડેટા પણ મળશે. ધ્યાનમાં રાખો કે તમારે બીજા નેટવર્ક પર કૉલિંગ માટે 6 પૈસા પ્રતિ મીનિટથી દરથી ચુકવણી કરવી પડશે.

Post a comment

0 Comments